Book Title: Sadbodh Sangraha Part 01 02 03
Author(s): Jayvijay
Publisher: Jasrajbhai Rajpalji Bhandari

View full book text
Previous | Next

Page 364
________________ ૩૭ આ ગ્રંથમાં નાના મોટા બધા મળી ૩૧ લે છે, જેમાં પ્રથમ લેખમાં દાન, શીલ, તપ અને ભાવ એ ધર્મનાં મુખ્ય તો છે, તે ચાર ગુણાત્મક ભાવનાઓથી સદ્વિચાર, સત્યવૃત્તિ અને જ્ઞાનની પ્રાપ્તિ થતાં હદયશુદ્ધિ અને આત્માની અભિવૃદ્ધિ થાય છે. આત્મોન્નતિ થવામાં સદ્દભાવના, સદ્દગુરૂ, સત્સંગ વિગેરે જેમ સર્વોત્કૃષ્ટ સાધન છે, તેમ મનુષ્યદેહ એ પણ ઉત્તમત્તમ સાધન છે. પાત્રના આધારે જેમ પદાર્થોનું રહેવું થાય છે, તેમ દયા શાંતિ ભક્તિ ક્ષમા વૈરાગ્ય ત્યાગ વિગેરે આત્મિક ગુણો ઉત્પન્ન થવાને માનવદેહ એ સર્વોત્કૃષ્ટ સાધન છે. ચક્રવર્તીની સર્વ સંપત્તિ કરતાં પણ જે મનુષ્ય દેહને એક સમય પણ વિશેષ મૂલ્યવાન છે. એ આ માનવ દેહ અને પરમાર્થ માર્ગની પ્રાપ્તિ કરાવે એવા સદ્દગુરૂ સત્સંગ તથા સશાસ્ત્રાદિ સત્સાધનોનો સંગ સંપ્રાપ્ત થતાં જે જન્મ મરણથી રહિત એવા પરમજ્ઞાનમય પરમ પદનું ધ્યાન ન રહે, તે આ મનુષ્યત્વમાં સ્થિત એવા માયાવરણિત જીવાત્માને અનંતવાર ધિક્કાર હે, ધિક્કાર છે. જેણે વિષય કષાય રાગ દ્વેષ તથા પ્રમાદાદિ દેને નાશ કર્યો છે. તેજ જીવાત્માનો માનવ જન્મ કૃતકૃત્ય સફળ છે અને તેજ પરમપદને પામી શકે છે. જે જીવાત્મા પગલિક માયિક રચનાઓની. આસકિતના પાશમાંથી મુક્ત થઈ અહર્નિશ પરમાર્થ ભાવમાંજ લીન હેય છે, તેજ જીવાત્માને માનવદેહ સફળ છે. મનુષ્ય જન્મની સાર્થકતા થવા માટે યાને આત્મજાગ્રતી અને પરમાત્મજ્ઞાનની પ્રાપ્તિ કરવા માટે જીવાત્માને સત્સમાગમ તથા સલ્ફાસ્ત્રના સેવનની સતતપણે આવશ્યક્તા છે. પરમતત્ત્વજ્ઞાની મહાત્મા શ્રીમાન રાજ્યચંદ્રજી લખે છે કે “આત્મજ્ઞાનની નિર્મળતા થવા માટે મુમુક્ષુ જીવે બે સાધન અવશ્ય સેવવા યોગ્ય છે. સત્સમાગમ અને સત્રત (જે શ્રવણુબોધથી આત્મજ્ઞાન થાય તેને સદ્ભુત કહે છે.) પ્રત્યક્ષ સંપુરૂષને ચોગ જીવાત્માને કવચિત્ પ્રાપ્ત થાય છે, સજીવન મૂર્તિને સમાગમ થયે જીવને વિશેષ પ્રયત્ન કર્તવ્ય છે, તેના વેગના અભાવે સત્સમાગમ તથા સન્શાસ્ત્રનું વાંચન, શ્રવણ તથા મનન અવશ્ય કરવા યોગ્ય છે. જેના સંગથી અવિનાશી સત્ એવા આત્મતત્વની જાગ્રતી, વિશુદ્ધિ તથા નિરાવરણુતા થાય તેને સત્સમાગમ કહે છે અને આત્મચિંતન તથા સદ્દભાવના જાગ્રત થાય તેવો શાંત રસનું જેમાં વર્ણન કર્યું હોય તેને સલ્લાસ્ત્ર કહે છે.” જીવાત્માને. આત્મોન્નતિથવા માટે પૂર્વસંસ્કાર સદ્દગુરૂની અંતર દ્રષ્ટિએ એાળખાણ તથા નિષ્કામપણે ત્રિધાગથી અખંડ ભકિત અને આત્મિક જાગ્રતી– એ ત્રણેનો સમન્વય

Loading...

Page Navigation
1 ... 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378