________________
૩પ૧ શિયલગુણસંપન્ન સુર્દશન શેડના સેંદર્યને મેહમુગ્ધ થયેલ રાજપત્ની
અભયા, સુદર્શન તથા રાણીને એકાંત સંગ થતાં રાજપત્ની વિષયપષણને માટે અધમ યાચના કરે છે. એકાંત સંયોગ, નવયૌવન વય, શારીરિક શક્તિસૌદર્ય, રાજાની લાવણ્યવંતી રાણી શેઠ પાસે વિષયની યાચના કરે છે, છતાં મેરૂ સમાન ધીર અચલ મહાત્મા સુદર્શન અમાત્ર પણ ચલિત ન થતાં અનીતિ અને અધર્મજન્ય દુકૃત્યથી નિવૃત્ત થવા વૈરાગ્ય તથા જ્ઞાનમય સબોધ આપી તેના આત્માની શુદ્ધિ થવા અર્થે પ્રયાસ કર્યો, પણ જેમ અગ્નિથી તપ્ત થયેલ લેડગેલક ઉપર પાંચ દસ જળબિંદુઓ નિષ્ફળતાને પામે છે, તેમ તીવ્ર કામની જવાળાથી જવલિત હૃદયા રાણીને પવિત્ર જ્ઞાની શેઠનો બાધ ન લાગ્યા. કારણકે
" उपदेशो हि मूर्खाणां प्रकोपाय न शांतये;
પાડવા મુiાનાં વત્ત વિષ વર્ષન” | | સપને મધુર દુધનું પાન કરાવતાં જેમ વિષવૃદ્ધિ થાય છે, તેમ અજ્ઞાનીથી પાપાત્માઓને સંબોધથી શાંતિ ન થતાં કલેશ વા વિક્ષેપનું કારણ થાય છે. આ દુરાત્મા રાણીના હૃદયમાં પણ ધર્મનિષ્ઠ શેઠને બેધ સદ્દભાવરૂપે ન પરિણમતાં કષાય વા વિક્ષેપભાવે પરિણમવાથી એક તરફ તીવ્ર કામવેદનાની વ્યાકુળતા અને બીજી તરફ શેઠની સમક્ષ પોતાની અધમતા જણાતાં લજિત થયેલ રાણી કપાયમાન થઈ. શેઠની ઉપર બલાત્કાર કરવાનો અસત આપ મૂકી, રાજા પાસે શેઠને માટે અનુચિતભાવ ભરાવી દેતાં ક્રોધિત થયેલ રાજાએ શેઠને શણીની સજા આપી, તે વખતે શેઠના પવિત્ર ધર્મપત્નીને પોતાના પતિના કષ્ટની ખબર પડતાં પોતાનો પતિ નિર્દોષ છે એમ નિઃશંક ખાત્રી હોવાથી આવી પડેલ આપત્તિ રૂપ વાદળને વિલય થવા માટે તે ધ્યાનસ્થ રહી જિનભક્તિમાં એક્તાન બની ગઈ. ધર્મપત્નીની પવિત્ર ભક્તિ તથા પરમજ્ઞાની સુદર્શનના અંતરજીવનની શુદ્ધિ, આત્મિક બળ તથા નિર્દોષ ચારિત્રના પુનિત પ્રભાવથી દેવતાઓએ શુળીના સ્થાને સુવર્ણમય સિંહાસન બનાવી તેના પર ગમૂર્તિ સુદર્શન નને સ્થાપી, પચવણ પુષ્પવૃષ્ટિ તથા દીવ્યધ્વનિના મનહર નાદથી તેની પવિત્રતાનો પ્રકાશ તેઓ કેવી રીતે પ્રસારે છે, તેનું અદ્દભૂત ખ્યાન આપવામાં આવ્યું છે. બીજો લેખ અહિંસા પરમો ધર્મ – જૈનના અહિંસાવાદથી દેશમાં ક્ષાત્રબળની ક્ષતિ થાય છે એ જે આક્ષેપ દેશભક્ત લાલા લજપતરાયજીએ ? કર્યો છે, તેને પ્રત્યુત્તર મહાત્મા ગાંધીજીના બુદ્ધિ પૂર્વકના વિચારોથી તથા પ્રાચીન ધર્મશાસ્ત્ર અને ઈતિહાસ શાસ્ત્રોના પુરાવાથી સમાધાન કર્યું છે.