________________
(વૃત્તિ) જ્ય અને ભાવ પ્રકરણમાં ઈલાચીપુત્ર તથા ચિલાતીપુત્રના દષ્ટાંત આપી સદ્દભાવના આત્મચિંતન ઉપશમ વિગેરે વિષયને સમાવેશ કરવામાં આવ્યા છે.
બીજો લેખ દ્રવ્યાનુગ વિચાર એ નામ છે, જેમાં ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, પુગલાસ્તિકાય, જીવાસ્તિકાયતથા કાલ એ છે દ્રવ્યની વ્યાખ્યા કરી છે. જીવ તથા પુદ્ગલનું શું સ્વરૂપ છે? જીવાત્માની સાથે અવરણિત રહેલાં કર્મને બંધ શાથી થાય છે, તેની નિવૃત્તિ કેમ થાય, આઠ કર્મ તથા તેની ૧૫૮ પ્રકૃતિને બંધ શાથી પડે છે, તેને ક્ષય, ક્ષયોપશમે વા ઉપશમ કેમ થાય ? સમ્યજ્ઞાનની પ્રાપ્તિ શાથી થાય, મિથ્યાત્વ મોહ અજ્ઞાન રાગ દ્વેષ વિગેરે આત્મઘાતી શત્રુઓને વિનાશ કેમ થાય, અભિગ્રહ મિથ્યાત્વ વિગેરે પાંચ મિથ્યાત્વ સહિત મિથ્યાત્વ મોહનીય, મિશ્રમેહનીય તથા સમકિત મેહનીય એ ત્રણ મેહનીય તથા અનંતાનુબંધી ક્રોધ માન માયા અને લોભ એ ચાર ક્લાયનો નાશ થઈ આત્મજાગ્રતી કેમ થાય, સાધનભક્તિ તથા સ્વરૂપભકિત, ત્યાગ વૈરાગ્ય શ્રદ્ધા વિગેરે આત્મિક ગુણે કેમ થાય ? સદ્દગુરૂનું સ્વરૂપ શું, અંતરદ્રષ્ટિથી તેની ઓળખાણ કેમ થાય ? ઉપાદાન કારણ, નિમિત્ત કારણ સમવાય સંગ સંબંધી સંગ, સાત નયનું સ્વરૂપ, ચૌદ ગુણસ્થાનનું કાલમાન તેની વ્યાખ્યા તથા ચૌદ ગુણસ્થાનક ઉપર ઉતારેલ સાત નયનું સ્વરૂપ એ વિગેરે અત્યંત વિચારવા ગ્ય આત્મજાગ્રતીકારક હૃદય વિશુદ્ધ કરનાર અપૂર્વ વિષયની સંકલના કરવામાં આવી છે.
ત્રીજા લેખમાં ગણધરવાદને વિષય છે. અનંતજ્ઞાની પરમકૃપાળુ મહાવીરદેવના સંગમાં વિદ્યાપારંગામી ઇદ્રભૂતિ વિગેરે ૧૧ બ્રાહ્મણ વિદ્વાનોનું શિષ્ય સમુદાય સાથે મળવું અને પરમજ્ઞાનિના સદ્દબોધથી આત્મજ્ઞાનની ઉત્કૃષ્ટ જાગ્રતી થતાં શિષ્યરૂપે મહાવીર પાસે દીક્ષા લેવી તથા ગણધરપદની સ્થાપના થવી, પ્રભુના સમાગમ સમયે ગૌતમ વિગેરેની આત્મસત્તા સંબંધી છે પદની શંકાઓ (આત્મા નથી, આત્મા નિત્ય નથ', આત્મા નિજ કર્મનો કર્તા નથી, આત્મા ભોક્તા નથી, મોક્ષ નથી અને મોક્ષનો ઉપાય નથી.) અને સર્વ મહાવીરે કરેલ તે છ પદનું સમાધાન (આત્મા છે, નિત્ય છે, નિજકર્મ કર્તા છે,
કતા છે, મેક્ષ છે અને મેક્ષનો ઉપાય છે.) એ પ્રકારે છ પદની અદ્દભૂત વ્યાખ્યાને ચિતાર આપવામાં આવ્યો છે.
ચેથા લેખમાં મનુષ્ય કર્તવ્ય વા માનવધર્મનું વર્ણન છે. જેમાં મનુષ્યદેહની તથા મનુષ્યત્વપણાની વ્યાખ્યા કરેલ છે, મનુષ્યદેહની મહત્તા શું?