________________
ॐ तत् सत्
શ્રી કચ્છ સેવા સમાજ.
जननी जन्म भूमिश्च स्वर्गादपि गरीयसी वसुधैव कुटुंबकम्.
ઇન માતૃ ભૂમિ કે નમન, મુંજી માતૃ ભૂમિ કે નમન કચ્છી અસાંજાકાડ મીંજા કુરખાન કરી તનમન મુંજી માતૃ ભૂમિ કે નમન, અયવલે અસાંજા વતન. નિર્જન
ઉર્ફે —શ્રીયુત્ સુરારજી લાલજી વ્યાસ. સ્વદેશ સેવા એ પવિત્ર ધર્મ છે. અમારા વ્હાલા કચ્છી બધુઓને વિજ્ઞપ્તિ. જન્મ ભૂમિની સેવા બજાવવા સાનેરી સમયની પ્રાપ્તિ.
કચ્છ માંડવીમાં પ્રગટ થયેલ શ્રી કચ્છ સેવા સમાજ આપણી વ્હેવારીક સામાજીક તથા ધાર્મિક સ્થિતિને વિકાશ કરવાને તથા આચરણ સુકેળવણીના ફેલાવ કરવાના ઉચ્ચ અને ઉમદા આશયથી સ્થપાઇ છે, ધાર્મિક કે જાતિય ભેદ્ય ગણ્યા વિના ઉપર ટાંકેલ “ વસુધૈવ કુટુમ્ ” એ સુત્રને અનુસરી કચ્છી દરેક પ્રજામાં સેવા રૂપી અત્યુત્તમ ધર્મ બજાવવાને યેાજાએલું છે, માટે તન, મન, ધન, જીવન, સમય તથા શક્તિના ભાગ આપી તમારા પૂનિત માનવ જીવનને સફળ કરશેા. એજ વિનંતિ.
ॐ शांति शांति शांति
શ્રી કચ્છ સેવા સમાજ,
કચ્છ માંડવી.
Printed at the Anand Printing Press-BHAVNAG A R