________________
૩૫૦ પાશવજન્મ કરતાં માનવજન્મની વિશિષ્ટતા શું છે, મનુષ્યદેહ અને મનુષ્યપણામાં ફેરશું ? એ પ્રશ્ન ઉઠાવી “વ હિ તેવા વિશે” ધર્મત્વની મહત્તાને લઈ મનુષ્યજન્મની ઉત્તમતા છે. આ વિશ્વમાં અનંત કોટિ જીવાત્માઓમાં જે જીવો ખનિજ રૂપે, વનસ્પતિ રૂપે, પાશવ રૂપે, માનવરૂપે તથા દેવરૂપે રહ્યા છે, તેમાં શું ફેર છે તેનું વર્ણન જણાવ્યું છે. જે ધર્મભાવનાથી પશુ કરતાં માનવ સર્વોત્કૃષ્ટ છે તથા દેવતાઓને પણ પૂજનીય છે, તે ધર્મ શું? તેનું યથાર્થ સ્વરૂપ શું ? એ પ્રશ્ન ઉત્પન્ન કરી વ્યવહાર ધર્મ તથા પરમાર્થ ધર્મ એમ ધર્મના બે ભેદ કરવામાં આવ્યા છે. વ્યવહાર ધર્મમાં સંસ્કાર, વિદ્યાભ્યાસ, નૈતિકજીવન, ભ્રાતૃભાવ અને પરપકાર તથા પરમાર્થ ધર્મમાં મુમુક્ષુતા, વૈરાગ્ય, શ્રદ્ધા, ભક્તિ તથા તત્ત્વરમણતા. વિગેરે આત્મન્નિતિકારક અપૂર્વ વિષયેનું વર્ણન કરવામાં આવ્યું છે. - પાંચમા લેખમાં પ્રસ્તાવિક પ્રકરણ નામ આપી સદ્દગુરૂસ્તવનાના દેહા, ચાર પ્રકારના પ્રતિબંધનું સ્વરૂપ, સન્મિત્રને લખેલ સદ્દબોધસૂચક પત્ર તથા અંતરભાવનાના અદ્દભૂત ચિત્ર (જેવાં કે આઠ કર્મનું ચિત્ર, ચાર ધ્યાનનું બાર ભાવનાનું, મોક્ષ તથા સંસારનું, છપદ તથા નવ તત્વ વિગેરેનાં) વિગેરેનો સમાવેશ કરવામાં આવેલ છે. ઉપર જણાવ્યા પ્રમાણે પ્રથમ ભાગમાં પાંચ લેખો અને આઠ પ્રકરણોમાં જુદા જુદા વિષયે પ્રદર્શિત કરવામાં આવ્યા છે. - ભાગ બીજાનું બીજું નામ “એક નવ યુવકના વિચારોએ રાખવામાં આવ્યું છે. આ ભાગમાં પવિત્રાત્મા કાનજીભાઈના લેખોને સંગ્રહ કરવામાં આવ્યો છે. આ લેખકના તથા અન્ય વિદ્વાન મહાત્માઓના સત્સંગમાં આવી જેજે સબંધ શ્રવણ કર્યો, તે બેધને બુદ્ધિગમ્ય કરી, સ્મૃતિપટમાં રાખી ધવલપત્ર ઉપર તેમણે જેજે ભાવનાઓ તથા વિચારો લખ્યા છે, તેની ઉપર આ લેખકે વિવેચન કરી લેખેને સપ્રહ બહાર પાડે છે. જેમાં બે પ્રકરણે તથા દશ લેખોને સંગ્રહ છે. પ્રથમ પ્રકરણનું નામ સામાજીક પ્રકરણ રાખવામાં આવ્યું છે જેમાં જેને હવે તે ચેત અને પ્રમાદ નિદ્રામાંથી જાગૃત થાઓ, વિશુદ્ધવત યાને સત્યને જય, સમયની મહત્તા, સતીજીવન વા સદાચારની મહતા, ભાવના સદશી સિદ્ધિ યાને સંકલ્પ બળને જ્ય, એક વિચિત્ર સમજને ખુલાસે તથા સતીનું જીવન-એ સાત લેખોને સમાવેશ કર્યો છે. બીજા ધામિક પ્રકરણમાં સુદર્શનનું અંતરજીવન, અહિંસા પરમધર્મ તથા સત્યનું માહાસ્ય-એ ત્રણ લેખે આપ્યા છે. સુદર્શનનું અંતરજીવન-એ લેખમાં પવિત્ર