________________
૩૪૫
મુળજીભાઈ હીરજી તરફથી કછી જનસમાજના લાભને માટે રૂા. ૪૦) હજારની ગંજાવર રકમ જાહેર હોસ્પીટલ માટે અર્પણ કરવામાં આવે છે. શેઠ રતનસીભાઈ તથા મુળજીભાઈ જે ડુમરાની અંદર સારા ઉદાર સહસ્થા છે. સમાજસેવાનાં કાર્યોમાં પોતાના ધનને સદ્વ્યય કરે છે જેથી આપણે આનંદ પામવા જેવું છે. ગત વર્ષમાં પણ તેજ ઉદાર ગૃહસ્થના સયાસથી જ અને ધનની ઉદારતાથી શ્રી કચ્છી ઓસવાળ કામ માટે બેડીંગ ખોલવામાં આવી છે તેમાં પણ શેઠ રતનસીભાઈએ રૂ. ૮૦૦૦) આઠ હજાર અને શેઠ મુળજીભાઈએ રૂા. ૧૦૦૦૦ ) દશ હજાર તેમજ તેમના મહૂમ શેઠ ખીમજીભાઈ રતનસીએ રૂા. ૧૦૦૦૦ ) દશ હજાર આપી કચ્છ ભૂમિ જેવી કેળવણીહીણુ પ્રજામાં કલ્પવૃક્ષ સમાન બોડીંગની સંસ્થા ખોલી કચ્છી સમાજને ઉપકારી બનાવી છે. આ વર્ષે પણ એક બીજી જાહેર સંસ્થા ખેલવાને તે દાનશીલ ગૃહસ્થનો ઘણો વખત થયાં વિચાર ચાલતો હતો તેને અમલમાં મૂકવા આજે શ્રીમાન રાજચંદ્ર જેવા સમર્થ તત્ત્વજ્ઞાની મહાત્માની જયંતી પ્રસંગે આવી ઉદાર સખાવત કરી જયંતિની સફળતા કરી છે. શેઠ રતનસીભાઈ તરફથી રૂા. ૨૬૦૦૦) અને શેઠ મુળજીભાઈ તરફથી રૂા. ૧૪૦૦૦) એમ બન્ને ગૃહસ્થા તરફથી રૂા. ૪૦૦૦) ની ગંજાવર સખાવત થવાથી કચ્છી પ્રજા તેમની આભારી બની છે. સમાજના શ્રેયને માટે પિતાના ધનને સદ્વ્યય કરનાર તન, મન, ધનને, ભેગ આપી સમાજને જાગ્રતિ કરનાર, સમાજના ઉન્નતી કાર્યોમાં ભાગ લેનાર તે દાનવીર રતનસીભાઈ મુળજી તથા મુળજીભાઈ હીરજીને કચ્છી જનસમાજ તરફથી સહર્ષ ધન્યવાદ આપવામાં આવે છે. તેમજ ડુમરાગામમાં બેડીંગ તથા હોસ્પીટલ જેવી બબ્બે જાહેર સંસ્થાઓ અને સ્ત્રી કેળવણી માટે બાળ બ્રહ્મચારીણી બેન કુંવરબાઈ (કબુબાઈ) તરફથી જ્ઞાનશાળાની ત્રીજી સંસ્ય છતાં કન્યાશાળા ન હોય એ તે ડુમરાની જૈન સમાજને શરમાવા જેવું જ થાય છે, એ જાણી કાર્તિક સુદ ૧૦ ના હાલાપુરમાં ચાતુર્માસ સ્થિત શાંત મૂર્તિ મહાત્મા શ્રી પદ્મવિજયજી મહારાજના દર્શનાર્થે જતાં શેઠ જેઠાભાઈ રતનસી તથા મુળજીભાઈ હીરજી તરફથી ૫૦૦) માણસોને સંધ લઈ દર્શનાર્થે જતાં મહાત્મા શ્રી પવિજયજી મહારાજના સદ્દબોધથી અને બાળ બ્રહ્મચારિણી ગિની તથા શેઠ જેઠાભાઈ નરસિંહના શુભ પ્રયાસથી ડુમરામાં કન્યાશાળા ખોલવાનો નિર્ણય થવાથી મહેમ શેઠ ખીમજીભાઈ રતનસીના નામથી “ખીમજી રતનસી જેને કન્યાશાળા” ખોલવાને નિર્ણય થયો છે જેમાં નીચે પ્રમાણે સદ્દગૃહસ્થ તરફથી સહાય મળી છે.