________________
૩૪૩
વિશ્વની રચનાજ એવી છે કે મહાવીર. બુદ્ધ, કૃષ્ણ, સોક્રેટીસ, ક્રાઈસ્ટ, મને હમદ, યોગેન્દ્ર, મુનિ,ટેડરમલજી, આનંદઘનજી જેવા પરમ જ્ઞાનીઓ અને સમર્થ મહાત્માઓને પણ તેમની હયાતીમાં તેમના પ્રત્યે વિક્ષેપનું વાતાવરણ વધારવામાં જગતના લેકે પાછા હઠયા નથી. તેમને કાનમાં ખીલા ઠોકવા, પગે ક્ષીર રાંધવી, શરીરને ખીલાથી વીંધી દેવું, ઝેર આપવું, ફાંસીએ ચડાવી દેવા, હાથીના પગ તળે ચગદાવવા તથા પથરા મારવામાં પણ ખામી રાખી નથી અને પાછળથી આવા અસહ્ય પ્રાણઘાતક કષ્ટ આપનાર તેજ દેરંગી દુનિઆએ તે મહાત્માઓનાં પાષાણનાં પુતળાં કરી પૂજવામાં પણ પાછા હઠયા નથી એજ વિશ્વની વિચિત્રતા ! આમ છે તો પછી શ્રીમાન માટે પણ ક્ષુદ્ર વિકલ્પનું વાતાવરણ રચાય તેમાં આશ્ચર્ય નથી. મહાત્મા પ્રત્યે જગત શું કહે છે? વા શું માને છે ? એવી નિર્માલ્ય કલ્પનાઓથી મુક્ત થઈ, મહાન જ્ઞાનીના પવિત્ર હૃદયને ઓળખી તેમના પ્રત્યે નિષ્કામ વૃત્તિથી ત્રિધાયોગે સેવા ભક્તિ કરી, તેમના પવિત્ર જ્ઞાન તથા સબોધના પ્રભાવથી વિષય વિકાર કષાયાદિની વૃત્તિઓ ક્ષય કરી, જ્ઞાન ધ્યાનની નિર્મળ ભાવનાઓમાં રહી દયા, શાંતિ, પરેપકાર, ત્યાગ, ભક્તિ, વૈરાગ્ય તથા આત્મજ્ઞાનાદિ સદ્દગુણ મેળવી, વાસનાઓને ક્ષય કરી, સચ્ચિદાનંદ આત્મસ્વરૂપની પ્રાપ્તિ અને શ્રવણ તથા રમણતા થાય એજ આપણું કર્તવ્ય છે. એજ મહાત્મા પ્રત્યેની સાચી ભક્તિ છે અને એજ જયંતી ઉજવવાની સફળતા છે. શ્રીમાને આત્મજ્ઞાનનું ઉંચુ ફીલોસોફી સાહિત્ય રચી જગત ઉપર પરમ ઉપકાર કર્યો છે. જગતના આત્મા વિલાસીને સત્ય માર્ગની પ્રાપ્તિ કેમ થાય ? તેને જે અપૂર્વ સત્ય માર્ગ પ્રકાર છે તથા જગત પ્રત્યે આત્મ શ્રેયના જે સંદેશા મોકલ્યા છે, તે સમય ઘણે જવાથી હાલમાં દર્શાવી શક નથી; પણ જીજ્ઞાસુનેતેમણે રચીત શ્રીમાન રાજચંદ્ર નામે ગ્રંથ પ્રસિદ્ધ છે તેમાંથી જોઈ લેવાની સુચના કરું છું. કેટલીક વખતે ધર્મોપદેશક ઉદીરણું કરી કરી જન સમાજને સમજાવવા પ્રયત્ન કરે છે; છતાં સમાજના લેકે ઉપાધીવશ હોવાથી શ્રવણ લાભ જેટલે પણ સમય મેળવી શકતા નથી, જ્યારે શ્રીમાન ચડેતરનાં જંગલ અને ઈડરના પ્રવાહી પ્રદેશમાં જતા ત્યારે તેમના ઉપાસકે પોતાની ગમે તેવી વ્યવહારિક પ્રવૃત્તિને પણ છોડી તેમની પાછળ પાછળ જંગલે જંગલ ભટકતા, શોધતા અને મેળવી તેમની. પાસેથી સબોધ શ્રવણ કરી તેમની સેવા ભક્તિ તથા કૃપાથી આત્મિક ભાવનાઓ જાગ્રત કરી આત્મહાર કરતા એજ તેમની નિષ્કામ સાચી સેવાની મહત્તા