Book Title: Sadbodh Sangraha Part 01 02 03
Author(s): Jayvijay
Publisher: Jasrajbhai Rajpalji Bhandari

View full book text
Previous | Next

Page 359
________________ ૩૪૨. રણીય છે, તે પણ શ્રવણાપશ્રવણ કહેતા નથી; પરંતુ શ્રીમાન સાથે મહાત્મા ગાંધીંછના પ્રત્યક્ષ પરિચય દ્વારા શ્રીમાનનુ પવિત્ર જ્ઞાન,જીવનનું અવલાકન, આત્મ જ્ઞાનના પવિત્ર લાભના ઉપકાર એ આદિ અનેક કારણોથી ગાંધીજીએ શ્રીમાનના માટે પૂજ્યદશા દર્શાવી છે. તેજ શ્રીમાનના આત્મજ્ઞાનની ઉત્કૃષ્ટતા સિદ્ધ કરી આપે છે. સંવત ૧૯૭૩ની સાલમાં વઢવાણ કેમ્પની જયંતી વખતે ગુજરાત નરરત્ન હૃદયજ્ઞાની શ્રીયુત્ આણુંદશંકર બાપુલાલ ધ્રૂવ પણ જણાવે છે કે શ્રીમાન ગૃહસ્થાશ્રમી છતાં પરમ તત્ત્વજ્ઞાની વા આત્મસયમી કે આત્મયાગી હતા. પ્રાચીન સમયમાં પરમયાગી મહાત્મા જનકરાજા રાજ્યેાપાધીમાં રહ્યા છતાં ઉત્કૃષ્ટ આત્મવિકાશ કરી શક્યા હતા. સસાર પ્રવૃત્તિ છતાં નિલે પ નિર્મોહીપણે વિવેકીપણાને પામ્યા હતા. તેમ શ્રીમાન પણ પૂર્ણ વિદેહી હતા, એ નિર્વિવાદ સિદ્ધ છે. જળ ઉપર જેમ પુષ્પ નિરલેપ રહે છે, તેમ તેઓ સસારીક પ્રવૃત્તિમાં નિર્લેપ રહેતા એમ તે આના પરિચયમાં આવનાર તથા તેમના અક્ષર દેહના પરિચય કરનારને સુગમતાથી જાય તેમ છે. આત્મ વિકાશની ઉત્કૃષ્ટ ભાવનાઓમાં રમણ કરતા તેઓ એક સ્થાને જણાવે છે કે આત્માજ્ઞાન પામ્યા એતે નિશંસયેા ભેદ થયા ( મિથ્યાત્ત્વ આવરણુ નાશ પામ્યું ) એ ત્રણે કાળમાં સત્ય વાત છે. સર્વ જ્ઞાનીઓએ પણ એ વાત સ્વીકારી છે. છેવટની સંપૂર્ણ નિર્વિકપ સમાધી ( કેવળ જ્ઞાનવા જીવન મુક્ત દશા પામવી છે જે સુલભ્ય છે. ઉત્કૃષ્ટ આત્મજ્ઞાન છે. નિર્વિકલ્પ સમાધી છેં સાનુકુળ મંસાર સુખ છે. તથાપિ એ ઉપાધીમય જગતનેા ત્યાગ કરી પૂર્ણ અસગસ્થાનમાં રહી અખંડ આત્મ સ્થિરતા ( યથાખ્યાત ચારિત્ર ) ની સ ંભૃગુ પ્રાપ્તિ વિના અમને આનંદ મળવાનેા નથી, માટે ઉત્કૃષ્ટ આત્મસીયથી પૂર્વ પ્રારબ્ધ ક'ને નિરલેપ પણે આત્માપયોગ પૂર્વક અખંધ ભાવે સમપરિણામે ભાગવી સ કમથી મુક્ત થવુ એજ અમારી ભાવના, વર્તના, ને ચિંતના છે. ત્યાં ચક્રવર્તિ અને ઇંદ્રની સમૃદ્ધિ પણ અમને ઉપાધી કરતા વા દુઃખ કરતા થાય તેમાં નવાઇ નથી. અખંડ નિવિકલ્પ આત્મ સમાધિ વિના અમારે તે સમસ્ત વિશ્વ સાવ સેાનાનુ થાય તેા પણ તેના ખપ વા ઇચ્છા નથી તે નથીજ. આહાહા ! વિશ્વની શુ` વિચિત્રતા છે. જે મહાત્માના એકેક વચનમાં અદ્ભૂત જ્ઞાન સમાઇ રહ્યું છે, જેના અક્ષરે અક્ષરમાં ઉત્કૃષ્ટ જ્ઞાન, ભક્તિ, ત્યાગ, વૈરાગ તથા વીતરાગાદિ ભાવનાઓના પ્રભાવ પ્રસરી રહ્યો છે, તેવા મહાત્મા પ્રત્યે પણ વિક્ષેપ તથા અરૂચીભાવ કરનારની શું અધેાગતી થશે, તે વિચારતાં અમારાં હૃદય રડી પડે છે અને અનંત ધ્યાળુ પરમાત્મા તેમને સન્મતિ અને સદ્ગતિ આપે,

Loading...

Page Navigation
1 ... 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378