________________
૩૪૪. ‘શ્રીમાન સંસાર વિરકત થઈ ત્યાગની ઉત્કૃષ્ટ ભાવનાએ હતા, ત્યારે તેમની સાથે પાંચ પચીશ મુમુક્ષે પણ ત્યાગ લેવા ઉત્સુક હતા; પણ વૃત્તિ શું વસ્તુ છે? ક્યાંથી ઉત્પન્ન થાય છે અને તેને ક્ષય કેમ થાય છે તેનું સંપૂર્ણ વાસ્તવિક સ્વરૂપ સમજ્યા વિના વ્રતાદિ લેવાથી ઉલટું વધારે રાગબંધન જન સમા જને સંગ અને ઉપાધી બેવડી વધી જાય છે. અર્થાત કરંજન અને માનમાં માનવ જન્મ હારી બેસે છે, માટે પ્રારબ્ધ કર્મ ક્ષીણ થયાથી અને વાસના તથા વૃત્તિઓને પૂર્ણ જય કયાંથીજ ત્યાગી જીવન સ્વપરનું શ્રેય કર્તા થાય છે. એમ જણાયાથી વ્રત પ્રાપ્તિનો સમય આવ્યા પહેલાં અલ્પ જીવનની ટુંકી મુસાફરી કરી ચાલ્યા ગયા, તથાપિ તેઓ આત્મવીર્ય સંપન્ન પુરૂષ હતા, જેથી ત્યાગી વા સાચા સાધુજ હતા. આત્મ સાધે તેજ સાધુ કહેવાય માટે તે સાચા સાધુ જ હતા, એમ તેઓના અંતિમ સમય સુધી પણ જણાશે. તેઓએ અંતીમ વચનને દિવ્ય પ્રકાશ પ્રસરાવી જીવનને પૂર્ણ કર્યું છે. જેથી અંતીમ સમયના તેમના ઉદ્દગારો જણાવી મારે વિષય સમાપ્ત કરીશ.
અંતિમ વચને. ઘણી ત્વરાથી પ્રયાસ પુરે કરવાનો હતો, ત્યાં વચ્ચે સહરીનું રણ - પ્રાપ્ત થયું. માથે ઘણે બે રહ્યો હતો તે આત્મવિયે કરી જેમ અલ્પકાળે વેદી લેવાય તેમ પ્રગટ ના કરતાં પગે નિકાચિત ઉદયમાન થાક ગ્રહણ કરે, જે સ્વરૂપ છે તે અન્ય થાતું નથી એજ અદ્દભૂત આશ્ચર્ય છે અવ્યાબાધ સ્થિરતા છે. પ્રકૃતિ ઉદ્યાનુસાર કંઈક અશાતા મુખ્યત્વે વેદી શાતા પ્રત્યે શ્રીમાન રાજચંદ્ર.
' ઉપસંહાર, વહાલા બધુઓ ! જયંતીને ઉદ્દેશ અને કર્તવ્યતા જણાવી મારા વિષયને સમાપ્ત કરવા પહેલાં મધુર જલનું પાન કરવાથી તૃષા દૂર થાય છે તેમ પરમજ્ઞાની મહાત્માના શબ્દોને શ્રવણ-મનન કરી તે પ્રમાણે વર્તન કરવાથી આત્મ વિકાસની પ્રાપ્તિ થાય છે. તેમજ આધિ વ્યાધિ અને ઉપાધી એ ત્રિવિધ તાપની ઉપશાંતિ થશે. માટે શબ્દ માત્રથી રંજન નહિ થતાં મહાત્માનાં જીવનથી આત્મિક ભાવનાઓ જાગ્રત થાય અને અંતરની વિશુદ્ધિ થાય તે જ જયંતિની સફળતા છે. પરમ કૃપાળુ પરમાત્મા તેવી દશા પ્રાપ્ત કરવાનું આપણામાં આત્મબળ રેડે !
કચ્છ ભૂમિના સંતાનને એક આનંદદાયક અને જાગ્રતિકારક સમાચાર - નિવેદન કરવા ઈચ્છું છું –અત્રેના રહીશ શા રતનસીભાઈ મુળજી અને શા