________________
૩૪૧ • માનમાં ક્ષાયક સમકિત નહતું, એમ જો કોઈ વિક્ષેપ, વિવાદ કે ઈર્ષા રહિત સિહ કરી આપે તો હું શ્રીમાનના પુસ્તકને બંધ કરવા તૈયાર છું. આ લેખને દશ અગીઆર વર્ષ થયા છતાં હજી જાહેરાતમાં કોઈ પણ બહાર પડ્યો નથી; માત્ર બે માણસની લડાઈમાં નિર્બળ લડતાં થાકે ત્યારે બેચાર ગાળો આપી પિતાનું બળ દર્શાવે, તેમ ન્યાયપુર સર નહિ જણાવતાં યદા તકા વચને બેલી જ્યાંથી સત્ય સમજવું ત્યાંથી સમજાવું મુશ્કેલ છે, પરંતુ સુષ્ટિ રચનામાં તેવી કલ્પનાઓ ચાલી આવે છે. મહાવીર પ્રભુ જેવા સર્વ પરમાત્મા પ્રત્યે પણ અનેક અસંખ્ય ભાવ તથા વિક્ષેપની કલ્પનાઓ કરે છે. મહાત્મા હયાત હોય ત્યારે તેની અપૂર્વ મહત્તા જનસમાજને સમજાતી નથી, પણ તેમના દેહ વિલય પછી સે બસો વર્ષે તેમના નામના પત્થર પણ પૂજાય છે. જેથી શ્રીમાનને માટે પણ તેમ બને તે તેમાં આશ્ચર્ય નથી. શ્રીમાનની હયાતી કરતાં અત્યારે તેમના વિચાર વિસ્તાર વધતો જાય છે. જનસમાજની અનુકુળતા વા પ્રતિકુળતા જોવામાં મહાત્માઓ પિતાનું જીવન વ્યર્થ ગુમાવતા નથી, પણ સત્યને શોધી પ્રાપ્ત કરી સ્વપરનું શ્રેય કરવામાં જ પોતાના જીવનનું સાર્થકપણું કરી ચાલ્યા જાય છે. કેટલાક સંપ્રદાયીક ગુરૂઓ કલેશને લઈ શ્રીમાનને માટે અનુચિત કલ્પનાઓ કરતા હશે, પણ જેને દેશ પરમ હિતૈષી અને સાચો સાધુ તરીકે માને છે, સમસ્ત હિંદ (હિંદુ મુસલમાન) જેને દેવ તરીકે પૂજે છે, તે મહાત્મા ગાંધીજીની શ્રીમાન પ્રત્યે કેવી ભક્તિ, માન્યતા તથા મહત્તા છે તે તેમના શબ્દોથી સમજવામાં સુગમતા થશે, એમ જાણી તેમના પિતાના જ શબ્દ ટાંકું છું. શ્રીમાન રાજચંદ્ર માટે મહાત્મા ગાંધીજી શું કહે છે “શ્રીમાન રાજચંદ્રજીનો પ્રભાવ મારા જીવન ઉપર એ સજજડ પડ્યો છે કે તેનું હું વર્ણન કરી શકતા નથી. તેમના માટે મારા ઉંડા વિચારે છે. હું કેટલાક વર્ષોથી હિંદમાં ધાર્મિક પુરૂષને શોધું છું, પણ રાજચંદ્ર ભાઇની હરીફાઈ કરી શકે તે ધાર્મિક પુરૂષ હજુસુધી હિંદમાં જે નથી. તેમનામાં જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ હતાં. ઢીંગ, પક્ષપાત કે રાગ દ્વેષ ન હતાં. તેમના લખાણે અંગ્રેજી તત્ત્વજ્ઞાનીઓ કરતાં વધારે વિચક્ષણ અને આત્મશિ છે. આધુનિક તત્વજ્ઞાનિઓમાં લય અને રસીન મહાન તત્ત્વનાની માનું છું. તેમના કરતાં પણ શ્રીમાન ઉંચ્ચ તત્ત્વજ્ઞાની હતા. જે ઈચ્છા હત તે બળવાન, બેરીસ્ટર, નામાંક્તિ જજ વા વાયસરેય થઈ શકે તેટલી તેમની શક્તિ હતી. આ અતિશયોક્તિ નથી પણ મારા મનપર પડેલી છાપ છે.”
જેના સત્યવાદી પણ માટે યુરેપ આફ્રિકા અને હિંદ વિગેરે મેટા દેશોમાં સંપૂર્ણ પ્રતિતી છે, તેવા મહાત્મા ગાંધીજી કહે છે તે મધ્યસ્થ વર્ગને અતિ વિચા