________________
38
પિષણથી સ્થાનકવાસી તથા દેરાવાસીનાં ધર્મ સંબંધી કલેશે-વૈર વિરોધ વધી જવાથી પિતપોતાના ગ૭ મતના પોષણમાંજ ધમતા માની બેસવાથી અને એક બીજાના સામાન્ય સંપ્રદાયિક શુષ્ક ભેદની ભિન્નતાથી ધર્મ ગુરૂઓ તથા સમાજેમાં વૈર, ઝેર, કલેશ, કુસંપ વધી પડવાથી અને વિધિ, શ્રદ્ધા, વિચાર, વિવેક તથા વિજ્ઞાનાદિ શૂન્ય શુષ્ક ક્રિયાઓમાંજ ધર્મનું મહત્વ માની બેસવાથી આત્મ વિકાસ જન્ય અધ્યિાત્મક માર્ગની પ્રાપ્તિ તો શું પણ સ્વપ્ન એ કોઈ વિરલાત્માના હૃદયમાં જ ઉદ્દભવતું હશે. તેવા અધ્યાત્મિક ભાવ શિથિલ સમયમાં
यदा यदा ही धर्मस्य, ग्लानिर्भवति भारत ?
अभ्युत्थानमधर्मस्य, तदात्मानं सृजाम्यहं ।।
એ ગીતાજીના પુનિત વચનામૃત મુજબ શ્રીમાનને જન્મ ધર્મને પુનરોદ્ધાર માટેજ થયા છે. ૩૩ વર્ષની અ૫ વય, પિતા માતા સ્ત્રી કુટુંબાદિની પ્રવૃત્તિ, વ્યાપારિક ઉપાધિ વિગેરેની પ્રતિકુલ પ્રવૃત્તિઓમાં રહીને પણ પચાસ સાઠ વરસને ગૃહ ત્યાગી સંસાર વિરક્ત સાધુ પણ જે વૈરાગ્ય, ભકિત, અંતરત્યાગ, તત્વજ્ઞાન, સચ્ચારિત્ર અને આત્મબળ ન મેળવી શકે તેવું આત્મબળ શ્રીમાન મેળવી શક્યા છે, એજ તેમના ઉત્કૃષ્ટ જ્ઞાનની અપૂર્વતા વા અવતારી પણાની મહત્તા સિદ્ધ થાય છે. શ્રીમાનનું ગૃહસ્થાશ્રમ પણ સંપૂર્ણ સત્ય અને નીતિ પૂર્વક હતું અને તેથી જ તેમને આત્મા સંસારિક પ્રવૃત્તિમાં નિલેપ પણે આત્મબળ મેળવી શક્યો છે. અમો ત્યાગીને પણ વિકટ જંગલમાં ભયંકર સ્થળોમાં જતાં વૃત્તિ ક્ષોભ થાય છે, જ્યારે શ્રીમાન સમૃદ્ધિ સંપન્ન તથા ગૃહસુખી છતાં બાર મહિનામાં બે ત્રણ માસ સંસાર પ્રવૃત્તિ તથા કૌટુંબિક મેહ બંધનથી મુક્ત થઈ ગુજરાતના ચડોતરના જંગલમાં અને ઇડરના પહાડના વિકટ પ્રદેશમાં એકાકી પણે વિકરાળ પ્રાણીઓના વાસમાં પણ નિર્ભય પણે પરમ શાંતિ અને પરમાનંદમાં વિચસ્તા હતા. તેથી જ તેમના હૃદયમાં નિમલ ભાવનાઓને પ્રકાશ પ્રસરી રહેલે હતે.
એકાકી વિચરતે વલી સમસાનમાં વલી પર્વતમાં વાઘ સિંહ સંયોગ જે અડળ આસનને મનમાં નહિ ક્ષોભતા જાણે પામ્યા પરમ મિત્રને વેગ જે
અપૂર્વ અવસર એવો કયારે આવશે (શ્રીમાન રાજચંદ્ર) આવા મહાત્મા માત્ર પોતાના સુદ્ધમાનના પોષણની ખાતર. તથા