________________
૩૭
વાની, માળાના મણકા ગણવાની, આંકડા ગણવાની, આડા અવળા અક્ષરે વા શબ્દો ગોઠવ્યા હોય તેના મૂળ વાકયો સ્મૃતિમાં રાખવાની, અપરિચિત ભાષાના વાક તથા લેકેને લેમ વિલો૫૫ણે ગોઠવ્યા હોય છતાં મૂળ રૂપે સ્મૃતિમાં રાખવાની, નવીન વિષયો પર કાવ્યો જેડવાની તથા પાદ પૂર્તિ રમવાની, તેમજ સાથે સાથે શેતરંજી, ચોપાટ અને ગંજીપા જેવી રમતો, બાદબાકી અને ગુણાકાર ભાગાકાર જેવા ગણીતના ગહન વિષયો, વિગેરે સે બાબતોને એકી વખતે ધ્યાનમાં રાખી તેમને અખ્ખલિતપણે જણાવી દેવી એ આત્મબળ વિના થઈ શકતું નથી. આ મહાન અવતારી પુરૂષના વિચારોને જન સમાજમાં પરિચય કરાવો અને ફેલાવો કરવો એ એક જાતની સેવા–ફરજ છે. એમ જાણીને જ આ જયંતીને ઉદેશ ઉદ્દભવ્યા છે.
મનુષ્ય પ્રાણીને પૂર્વ કર્માવરણથી તથા વ્યવસાયિક પ્રવૃત્તિને લઈ બુદ્ધિની મંદતા હોવાથી શ્રવણ થએલી વાત વધારે વખત સ્મૃતિમાં રહેવી કઠણ છે. જ્યારે શ્રીમાને ૧૯ વર્ષની ઉમરે મુંબઈમાં મેટા મોટા યુરોપીઅન પારસી હિંદુ મુસમાન વિગેરે કેળવાયેલેની સભામાં એક વખત સે ક્રિયા (સે જણાએ કરેલ તથા કહેલ જુદી જુદી પ્રવૃત્તિઓ )ની સ્મૃતિ રાખી અદ્દભૂત માનસિક શકતી છતાં પિતાની શક્તિનો ઉપયોગ જન સમાજને માન પામવાના હેતુથી જણાત હેય તેમ જાણવાથી અવધાન કરવાની પ્રતિજ્ઞા કરી હતી.
અપરિચયથી મનુષ્યને પોતાનામાં આવી શક્તી છે તે બતાવવું એ એક જાતની ઉદીરણુ-ઈચ્છા જન્ય માન છે અને તેવા લાધારૂપ માનથી નિસ્પૃહી સહજ સ્વભાવ અને નિર્વિકલ્પ ભાવજન્ય અધ્યાત્મિક જ્ઞાનની શિથિલતા વા આવરણ થાય છે, એમ જાણી શ્રીમાને જન સમાજને રંજન કરવા અર્થે વા અવ્યક્ત શ્લાઘા ભાવ જણાવવા અર્થે થતી અવધાન પ્રવૃત્તિને ત્યાગ કરી દીધો.
' . ' વંદે ચક્રી તથાપિ ન મળે માનજે” એ વીતરાગ દશા સુચક વાક્યને તેમણે સાર્થક કર્યું છે.
શ્રીમાન જન્મ જ્ઞાનીજ હતા, એમ તેમના ઉપદેશબલ, જ્ઞાનબલ, આત્મબલ અને ચારિત્રબલથી સિદ્ધ થાય છે. ગમે તેવો વિક્ષેપિ વા હેષિ માણસ પણ તેમના સમાગમથી કલીષ્ટ વૃત્તિઓથી મુક્ત થઈ અંતર શાંતિ પામ્યાના અનેક દાખલાઓ બન્યા છે.