________________
૨૨૮
નહિ તે આવી બન્યું છે. મહાદેવી+મારા માતા, પિતા, ભ્રાતા, ભગિનીઓ તે અપુનરાવર્ત ગતિ પામ્યા છે. મને નિરાધાર મૂકી ચાલ્યા ગયા છે. હે મહાદેવી! મારું રક્ષણ કરે, નહિ તે હવે આવી બન્યું છે. પછી અન્ય માતાના ઉદરે જન્મ પામું ત્યારે ખરે. વળી પવિત્ર દેવી ! મારું અંગરખું (અંગરક્ષક વસ્ત્ર) કેવળ જીર્ણ થઈ ગયું છે, જુદા જુદા દરજીઓએ દયા લાવી વારંવાર થાગડ થીગડ કરી નભાવ્યું છે. હવે તો એ સાવ જળી જવા માંડ્યું છે, થાગડ થીગડથી કામ ચાલે તેમ નથી. દેવી! હવે તે નવું બંધ બેસતું લુગડું સીવી કે સીવરાવી આપ. પૂર્વે કહ્યું તેમ મારા માતા પિતા તે મને અત્રે અકાલે તજીને સ્વધામ પધારી ગયા છે. તેમના વિરહના શેકે આ દેહ કૃશ થઈ કેવળ હાડપિંજર (હાડકાને માળ) થઈ ગયો છે. લેહી માંસ તદ્દન સોસાઈ ગયા છે. એક તે અંગવસ્ત્ર જીર્ણ થઈ ગયું છે અને આ દેહ કેવળ હાડપિંજર છે, એટલે હવે મારાથી ટાઢકે તાપ સહન થઈ શકે તેમ નથી. માટે શાસનદેવી ! નવા વસ્ત્રથી મારી સંભાળ લ્યો, નહિ તે હવે પ્રાણ નહિ ટકે. વળી નવી માતાના ઉદરે તે જન્મ પામું ત્યારે ખરે. વળી હે મહાદેવી ! કહે, હવે કયે રસ્તે જવું ? દેવી ! પ્રથમને કેડે ક્યાં ગયો? અહે! આ રસ્તે તે બધે બાવળ, બોરડી અને કાંટાળાં ઝાડ ઉગી નીકળ્યાં છે. દેવી! આ આ ગળનો રસ્તો ન હોય અથવા એજ રસ્તો હોય તે આ કાંટાવાળાં ઝાડ ક્યાંથી? હું પૂર્વે મારા માત-પિતા તથા ભાઈ-ભાંડુઓની આંગળીએ કહેલ કરતે જે રસ્તે જતો હતો, તે કેડે ક્યાં ગયો ? દેવી ! તે મને બતાવો. હું હવે બહુ મુંઝાઉં છું. આગળ પગ મુકું કે સૂળો ભચ દઈને પગમાં ભોંકાઈ જાય છે. આ માર્ગ તે સૂળાથી ભરાઈ ગયું છે. દેવી ! કાંતે આગલે માર્ગ બતાવો નહિ તે ન માગ કરી આપો, ગમે તેમ કરી મને સામે પૂર પહોંચાડે, નાહ તે હું અહીં મુંઝાઈમરીશ. વળી નવી માતાના ઉદરે તે જન્મ પામું ત્યારે ખરે. હે મહાદેવી! મારી સંભાળવ્યો, મને રસ્તો બતાવે, હવે મારું હૃદય ચીરાઈ જાય છે.
શાસનદેવી-વત્સ! તારી સ્થિતિને શેચ કરતી હું બેઠી છું બાપુ! શાંત થા, શાંત થા. તારે આ દયામણે પોકાર સાંભળી મને વિશેષ ગોચ થાય છે. વત્સ ! બધાના માતપિતા તથા ભાઈ-ભાંડુઓ અમર રહેજે. પિતાના બાળપુત્રને કે બાળભાંડને નિરાધાર મૂકીને કોઈ સ્વધામ સિધાવશે મા. વત્સ ! તારું ઘર પડી જવાની અણી ઉપર છે, તારે ડગલે સાવ જળી ગયો છે, સામે પાર જવાનો કે સૂળ અને કાંટાવાળાં ઝાડના રસ્તા સાથે મળીને એકમેક થઈ