________________
કેમ થાય તેવી તક ગાયા કરે છે. ભાઈએ જે માઠાં કામ કર્યા હોય તે તે રખેને પિતાને વળગી જશે એમ માની છુપાવતે ફરે છે અને ધણી થઈ દેવલેક અગર મનુષ્ય ગતિ બાંધી રઝળ્યા કરે છે, લખનારે પિતે પણ અનંતે કાળ ગુમાવ્યો છે, તેને ખ્યાલ આવતાં ધણીપણું કેમ મૂકી દેવાય અને મેક્ષ સન્મુખ કેમ થવાય, તેવી ઈચછાના પરિણામે આ લેખ લખાયો છે, તે જેના જેમ સંસ્કાર હશે, તેમ પરિણામ પામશે. મારે તેની સાથે કોઈ લેવા દેવા નથી. નથી જે લાભ કે નથી જોતો ગેર લાભ. હવે છેવટના ભાગમાં તીર્થંકર ભગવાન ત્યારપછી મહાત્માઓ કે જેમણે મોક્ષ માર્ગ બતાવ્યો છે, તેમનો ઉપકાર માનતાં વિશેષમાં જેમના પ્રતાપે મને મેક્ષ માર્ગનું સ્વરૂપ કિંચિત જાણવામાં આવ્યું છે, તે પરમ કૃપાળુ મહાત્માશ્રી શુભ મુનિજીને પરમ ઉપકાર માની જે કાંઈ વિતરાગના માર્ગથી વિપરીત લખાઈ ગયું હોય, તેને માટે વીતરાગ પ્રભુની સાખે મન વચન કાયાથી માફી માગી આ લેખ પૂર્ણ કરૂં છું. એ શાંતિઃ શાંતિઃ શાંતિઃ!!!
શ્રી મહાવીર પુત્ર શાસનકુમાર અને શાસનદેવીને સંવાદ
લેખક ર. પા. મનસુખલાલ કીરતચંદ મહેતા-મરબી.
હું આજે સવારે વિચારભુવનમાં બેઠા હતા, ત્યાં નેપથ્થમાં મેં શાસનકુમાર અને શાસનદેવીની વચ્ચે એક ઉંચ કરૂણાત્મક સંવાદ સાંભળ્યો.
શાસનકુમાર–મહાદેવી! સાંનિધ્ય કરે. શાસનદેવી–કેમ વત્સ! સાંનિધ્યનું શું પ્રયોજન છે.
શાસનકુમાર–દેવી ! આ આવાસ (શાસન) હવે તદન જીર્ણ થઈ ગયો છે. એ પડ્યો કે પડશે એમ થઈ રહ્યું છે. સમારકામથી એ નભે એમ લાગતું નથી. દેવી ! એ ઉપર તે ઘણું સમારકામ થઈ ચૂક્યાં છે. થાગડ થીગડથી તે હવે એ આવાસ ભરાઈ ગયું છે, એ થાગડ થીગડ હવે જેયાં જતાં નથી. એકાદ પવનને ઝપાટ લાગશે તે એને જમીન દોસ્ત થતાં વાર નહિ લાગે. ભીત લૂણે ખાય ખરી પડવા લાગી છે. ચોમેર ઉપરથી ધુળ, કચરે, પાણી વરસે છે. ઉપર નીચે ચારેબાજુ ધુળ, કચરે, કાદવ-કીચડ, પાણ થઈ રહ્યું છે, તેથી હવે મારે રહેવા યોગ્ય એ આવાસ રહ્યો નથી. અધિષ્ઠાયિકા ! હવે તો નવી ઈમારતની જરૂર છે. મારી રક્ષિકા દેવી ! હવે તે નવું મહાલય કરી કે કરાવી આપે. હવે મારાથી આ ઘરમાં રહી શકાય તેમ નથી, માટે દયા કરે;