________________
૩૩૪
શ્રવણુ કરી પોતાના આત્મવનને નિલ તથા ઉન્નત બનાવવાથીજ જયંતિની ખરી સાકતા ઉજવાશે.
જે તત્ત્વરૂપ પુરૂષની—મહાત્માની જયંતિ ઉજવવા આપણે ભેગા મળ્યા છીએ, તેજ માત્માએ કહ્યું છે કે હુ કાઈ વાડાના નથી, પણ આત્મામાંજ છું (કહ્યું છે તેજ પ્રમાણે તેઓ વર્યાં છે) તે ઉપરથી તેમની જયંતિ કાઇ સંપ્રદાયિક પક્ષ ભાવે વા પાતાપણાના મમત્વ ભાવથી જયંતિ ઉજવવા યત્કિંચિત્ પણ ઉદ્દેશ નથી; પરંતુ મહાત્માની જયંતિ તેમના સત્ય અને પવિત્ર ગુણાનું સ્તવન વન કરવાથી આપણા આત્માની શિથીલ ભાવના જાગ્રત તથા નિર્માં લ થાય છે. એ હેતુથી તથા આવા વિદ્યા-કેળવણી હીન શુષ્ક પ્રદેશમાં આવા પ્રસંગા ઉત્પન્ન કરવાથી જન સમાજમાં ઉત્સાહ, જાગ્રતિ અને ઉન્નતિ થાય છે એજ હેતુથી આપણે જયંતિ ઉજવવા ઉચીત ક બ્ય આદયું છે.
શ્રીમાન પૂર્વના સંસ્કારી હતા, એ તેમના જીવનથી સ્પષ્ટ થાય છે. સે’કડા વર્ષોં ભણવાથી અને હજારા પુસ્તકા વાંચી જવાથી જે હૃદય વિકાશ તથા જ્ઞાન પ્રાપ્તિ થતી નથી, એ પૂર્વ જન્મના સુકૃત જન્ય સકારાથી થાય છે. શ્રીમાન્ ઘણીજ નાની વયમાં પૂર્વ જન્મના જ્ઞાનને જાણી શકયા હતા. એક વખતે તેમના પાડેાસમાં કાઇનું મરણ થતાં સ્મશાનમાં તેને અગ્નિદાહ કરવા લઇ જતાં શ્રીમાન પોતે પણ સાથે ગયા હતા. શમને અગ્નિદાહ થયેલા જોઇ તે મરી કયાં ગયા હશે. તેના વિચારમાં અનેક વિકલ્પની શ્રેણીએ ચડતાં ખાલ મુદ્ધિની મંદતાને લઇ વિચારને વિશેષ વિકાશ નહિ થવાથી હ્રદય મુઝવણમાં એક વખતે નાસ્તિકતાના વિચારવશ થયા. “આ ભવ પણ ભવ છે નહિ. પુન્ય, પાપ તથા આ ભવ પર ભવ જેવું કાંઇ છેજ નહિ” એવા વિચારના વમળમાં તણાવા લાગ્યા, પણ નાસ્તિક્તા એ પ્રકારની છે. એક નિષ્વસ પરિણામ જન્ય અને ખીજી સત્ય શેાધક જન્ય. શ્રીમાન પૂર્વના પ્રબળ સંસ્કારી હતા, જેથી નિષ્વસ પરિણામ જન્મ નારિતતા તેના બુદ્ધિ જીવનમાં પ્રદેશ કરી શકે તેમ ન હતું, પણ સત્ય શોધક નાસ્તિક્તા હોવાથી પૂન્ય—પાપવા આ ભવ-પર ભવ જેવું કઈ છેજ નહિ એટલી માન્યતાથી સતાષ માની બેસે તેમ ન હતું; પણ નથી તેનું કારણ શું ? આ ભવ કે પર ભવ જેવું નથી તે આ જન્મમાં પણ અશિક્ષિત તથા અપચરિત ભાવનાએ કેમ થાય છે ! શા કારણથી થાય છે ? જન્મ પહેલાંની તથા મરણ પછીની સ્થિતિ શું હાય છે ? એવા અનેક મુદ્ધિ ગતિ વિચારાની શ્રેણીએ ચઢતાં વૃત્તિની એકાગ્રતા તથા યાગની સ્થિરતા થવાથી અને આંવરણ કર્મની ક્ષિષ્ણુતા થવાથી પૂર્વ જન્મના બુદ્ધિ સાક્ષાત્કાર થયા, જેથી