________________
૩૫
યથાર્થ સ્વરૂપ વિચારતાં ખાત્રી થાય છે કે દરેક કર્મ નિમિત્ત પામી પોતાની મેળે ઉદય આવે છે અને પિતાની મેળે ભગવાઈ જાય છે. આ ઉપરથી એમ ખાત્રી થશે કે પુરૂષાર્થ તેનું નામ છે કે કાશ્મણ પુદ્ગલની શુભ અથવા અશુભ પ્રકૃતિને ઉદય આપવામાં પૂર્વ કર્મના આધારે સહેજે કારણે ભૂત થાય છે, તેને સાધારણ દષ્ટિથી જોનારને પુરૂષાર્થ ભાસે છે, પણ ખરેખર તેમ નથી. ઉપર કહી તે સિવાય બીજી અપેક્ષાએ પુરૂષાર્થ ગણવાથી કારણ વગર કાર્યની ઉત્પત્તિ થતી નથી–એવો છે જેને સિદ્ધાંત છે અને લોકમાન્ય છે તે ઉડી જશે. કારણ વગર કાર્યની ઉત્પત્તિ થાય-એમ માનતાં અસત્ય વસ્તુને ઉત્પાદ થઈ જાય છે. અસત્ય વસ્તુને ઉત્પાદ થતાં સત્ય વસ્તુને નાશ થઈ જાય છે અને સત્ય વસ્તુને નાશ માનવાથી વેદાંત જેને માનનાર જડને કાંતિ રૂપે માને છે તે સિદ્ધ થઈ જાય છે, જેના પરિણામે સિહ ભગવાનને પણ ફરીથી અવતાર લેવાનું કારણ કે જે ત્રણે કાળે બનતું નથી, એમ જૈન સિદ્ધાંત કહે છે. જેથી પુરૂષાર્થની બીજી કાંઈ અપેક્ષા ઘટી શકતી નથી. દરેક તીર્થકર તથા મહાત્મા એના ચરિત્ર તરફ લક્ષ્ય આપવા જતાં દરેકને સંસાર વૈભવ, દીક્ષા અને કેવળજ્ઞાન પામવા માટે કર્મ ખપાવવાના જુદા જુદા નિમિત્ત પ્રાપ્ત થવાનું જણાય છે. કોઈને દીક્ષા દીધા પછી તરત કાંઈ તપ વિગેરે કર્યા વિના કેવળજ્ઞાન પ્રાપ્ત થાય છે, તે કેને દીક્ષા લીધા પછી ઘણી તપસ્યા તથા પરીસહ આવ્યા પછી કેવળજ્ઞાન થયું છે, કેઈને દીક્ષા લીધા વગર દેખીતાં અશુભ કારણું શુભ પલટી શુદ્ધ નિમિત્ત બની કેવળજ્ઞાન પ્રાપ્ત થવાના હેતુ થયા છે. કોઈ ચક્રવર્તી કોઈ સાધારણ રાજા, કોઈ ગૃહસ્થ, કઈ ભિક્ષુક અગર કોઈ અનાર્ય જેવા મનાતા કુળમાં ઉત્પન્ન થયા છે. કોઈ ચોસઠ હજાર સ્ત્રીઓના ભોક્તા થયા છે, કોઈ એકજ સ્ત્રી પરણ્યા છે, કાઈ કુંવારા રહ્યા છે, કાઈ વેશ્યાને ત્યાં રહ્યા છે. અને કેઈએ જંગલ સેવ્યા છે, કઈ દેખીતા મહાપાપના કરવાવાળા દેખાયા છે, પણ છેવટે મેક્ષ મેળવી ગયા છે. ટૂંકામાં દરેક પ્રાણી પૂર્વ કર્માનુસાર પુરૂષાર્થ (ઉદીરણા, વ્યવહાર, ઉપાય) એટલે કે કેવાં નિમિત્ત મળશે તે બનાવનાર કારણે જેમ એક માણસ ઝેરને પાલે પીએ, તેને ઝેરની અસર ચડે અને એક માણસ અમૃતને ખ્યાલ પીએ તેને અમૃતની અસર થાય અને તેથી બીજાના જાણવામાં આવે, તેમ આત્માને મોક્ષ નજીક છે એટલે કામણ પુદ્ગલને બંધ તુટી જવાનો સમય નજીક છે. એક માણસના કર્તવ્ય ઉપરથી કેટલાક અપવાદ કર્તા જણાઈ આવે છે. મોક્ષ પ્રાપ્ત થતાં પહેલાં પ્રથમ મુમુક્ષુદશા એટલે સંસાર ઉપરથી તીવ્ર વૈરાગ્ય દશા પ્રાપ્ત થઈ અનુભવ સિદ્ધ આત્મા તથા જડને યથાર્થ નિર્ણય થશે. જ્યાં