________________
યાદ
ચાર કરીએ. શ્રોત્રે દ્રિયનું કામ સાંભળવાનું છે. એટલે શબ્દ સંભળાય છે, તેનું ઉપાદાન શ્રોત્રેક્રિય છે. જો મન લઈએ તે શ્રોત્રેકિય વગરના અગર તો ખામીવાળા પ્રાણીઓ પણ સાંભળતા હોવા જોઈએ અને તેમ તે બનતું નથી એમ
આપણને પ્રત્યક્ષ જણાય છે. આત્મા તે એક સરખો શ્રોત્રંદ્રિયવાળા તથા તે વગરના કે ખામીવાળા પ્રાણીઓમાં પણ છે, એમ કોઈનાથી ના પાડી શકાશે નહિ, તેથી શબ્દ સાંભળવાનું ઉપાદાન ચેંદ્રિય ઠરે છે. ઉપર પ્રમાણે કહેતાં એમ કઈ તર્ક કરશે કે આત્મા વગરના દેહને શોકિય છે, તે પછી તે કેમ સાંભળતું નથી ? તેને ખુલાસો એમ થાય છે કે જે આત્માનું નિમિત્ત સહેજે મળતું હતું તે બંધ થયું છે. નિમિત્ત બંધ થાય તેથી ઉપાદાન પોતાની ક્રિયા કરવાને અશક્ત થાય છે. દાખલા તરીકે રે.
ગાડી પાટાના નિમિત્ત વગર ચાલી શકતી નથી, તેટલા ઉપરથી પાટા વગર એક જગ્યાએ પડી રહે છે. તેથી તેમાં ચાલવાની શક્તિ નથી, એમ કહી શકાય નહિ. ચાલવાની શક્તિ તો છે, પણ સહાય આપનાર નિમિત્તની ખામી છે, તે આપણને લક્ષ્ય પૂર્વક વિચાર કરતાં જણાશે. તે પ્રમાણે બધી ઈદ્રિ તથા મનને માટે પણ છે. જેમ એક સંચાનાં જુદાં જુદાં યંત્ર સૌ સૌનું કામ સ્વતંત્ર રીતે એક બીજાના નિમિત્તથી કરે છે, તેમ મનુષ્ય દેહરૂપ સંચાની બધી ઈકિયે સૌ સૌનું કામ સ્વતંત્ર રીતે કરે છે. તે પૂરતું લક્ષ આપતાં વિચારવાથી જણાશે. જે આત્મા ઈદિ તથા મનનું કામ કરે છે, અગર કોઈપણ એક ઇક્રિય બીજી ઈયિનું કામ કરે છે, એમ માનીએ તો બધી ઈદ્રિયો તથા મનની જરૂરીઆત રહેતી નથી અને એક ઇદિયવાળા પ્રાણી પંચેયિની માફક કામ કરી શકે–એમ થવું જોઈએ, પણ તે અસભવિત છે. વળી જે આ
ત્મા ઇકિયો તથા મનનું કામ કરે છે, એમ જે માનીએ, તો આત્મા જેનું કામ જાણવાનું છે અને તે બીજા બધા કરતાં જુદી તરેહનું છે તે કરવા તેને અવકાશ રહેતો નથી. એટલે એમ માન્યા વગર છુટકે નથી કે જ્યારે દરેક ઇંદ્રિય તથા મન પિત પિતાનું કામ સ્વતંત્ર રીતે કરે છે, ત્યારે આત્મા જાણવાનું કામ કરે છે. ઉપર બતાવેલ શિવાય કેટલાંક દષ્ટાંતિ આપી શકાય તેમ છે, પણ લેખનું લંબાણ થવાના કારણથી આપવાની જરૂરીઆત ધારતો નથી; તેની સાથે કુદરતી જે દેખાવો થાય છે તે તરફ લક્ષ્ય આપવા ભલામણ કરું છું અને તેથી ઉપલા સિદ્ધાંતને પૂરેપૂરી પુષ્ટિ મળે છે. હવે આત્માને કર્તા કહે છે તે ઉપરની અપેક્ષાએ કે બીજી કોઈ અપેક્ષાએ કહ્યો છે. તેને વિચાર કરતાં ઉપર કહી તે સિવાય બીજી કોઈ અપેક્ષાએ કહ્યાનું માની શકાય તેમ સ્પી એમ જણાય છે. કારણકે બીજી રીતે માનીએ તે આત્મા તથા કામણ પુદગલ