________________
શું જ જડને જાણ્યું છે અને જે જાયું તે કેવી રીતે? એક ભાગે, બીજા ભાગને જાણે? જે એક ભાગ બીજા ભાગને જાણી શકે તે આખા ભાગને શું કરવા ન જાણી શકે? અને એ રીતે આપણે આખા જગતને એકી સાથે શામાટે જાણી નથી લેતાં ? શું આખું આખાનેજ જાણે? તે પછી એક ભાગ બીજા ભાગને શું કરવા ન જાણે ? જે કોઈ એમ કહે કે સરખો સરખાને જાણે, એટલે એમ કે બધું જડ બધાને જાણે ના ભાગ પિતાના જેવડા નાના ભાગને જ જાણે. તે એ પણ ખોટું છે, કેમકે આપણું શરીર તો બહુ નાનું છે, છતાં આપણે દુનીયાના ઘણા મોટા ભાગને જોઈ -જાણી શકીએ છીએ. માટે જડજડને જાણે એ અસંભવિત છે. જે જડ જડને ન જાણે તે પછી જડ જણાય છે એ વાત ચોક્કસ છે યા સત્ય છે, માટે તેને કઈ જાણનાર (વસ્તુ) હેવો જોઈએ અને એ જાણનાર છે તે ગમે તે હોય, પણ તેનું નામજ આત્મા (આત્મા જ્ઞાતાજ હોવું જોઈએ) આત્મા જ્ઞાતાજ હોઈ શકે તે સંકલ્પ વિકલ્પથી જાણવું તેનું નામ અનુમાન; પણુએ જ્ઞાન ન કહેવાય. જેનામાં જાણવાની શક્તિ હોય એ વિચાર ન કરે. આપણા હાથમાં અમુક ચીજ છે એ આપણે જાણતા હોઈએ તો તે શું છે? એ આપણને વિચારજ ન આવે. જેને શંકા એજ વિચાર કરે, શંકા વિનાને વિચાર ન કરે અને શંકા અજ્ઞાનપણું બતાવે યા સૂચવે છે. માટે જે પરને જાણે એનું નામ જ આત્મા, અને જે આત્મા જાણે છે, તે તેનાથી જુદે જ હોઈ શકે, કારણકે જાણનાર તેજ આત્મા અને જણાય નહિ એ આત્મા નહિ. એ આપણે ઉપર સિદ્ધ કર્યું છે. હવે આ બધું જણાય છે તે જડ, પણ સંકલ્પ વિકલ્પને જડ કેમ કહી શકાય ? આત્મા કેવળજ્ઞાન થયા પહેલાં સંકલ્પ વિકલ્પ કરીને જાણે છે અને કેવળજ્ઞાન થયા પછી પ્રત્યક્ષ જાણે છે. એમ કહીએ તે શું દેષ છે? સંકલ્પ વિકલ્પ એ જડના ગુણ છે, એમ બે રીતે સિદ્ધ થાય છે, એક તે એ કે જે સંકલ્પ વિકલ્પ થાય છે, તે બધા આપણે જાણી શકીએ છીએ અને જે આપણે જાણીએ તે બધું જડ એ સિદ્ધ થયું છે. અને બીજું એ કે સંકલ્પ વિકલ્પથી કંઈ જાણી શકાતું નથી, તેમનાથી તે માત્ર અનુમાન કરી શકાય છે અને અનુમાન કરવું એ જાણવાથી તદન જુદું છે. જડ છે. આત્મા છે અને આત્મા જ્ઞાતાજ હોઈ શકે એની સાબીતી આગળ આવી ગઈ છે. જડની અંદર ઔદારિક શરીર, કાર્મણ શરીર, મન, વાણી વિગેરે દરેક વસ્તુને સમાવેશ થાય છે અને તે દરેક નામ જુદાં જુદાં રાખવાને બદલે એ દરેકને જડના નામે ઓળખાવવાં એ ઉચિત છે. કારણ કે તેથી કરીને આત્માની અને