________________
શિ. રાવકીલ મોહનલાલભાઈના વિચારે.
તાવિક વિચારોનું ગુંથન. * પુદ્ગલનું પરિબળ કેટલું છે, તેમાં કેવા ચમત્કારિક અને અગાધ ગુણ રહેલા છે, તે વિચારવાથી મુદ્દગલના ચમત્કારને આત્માના ગુણ માની લેવામાં થતી ભૂલ દૂર કરવાનો સંભવ રહે છે. પુગલના અકેક પર્યાયની શક્તિને વિચાર કરવા માંડીએ તે આખી જીંદગીમાં ભાગ્યેજ એકથી વધારે પર્યાયનું ચિંતન થઈ શકે. જ્યારે અમુક ગામથી બીજે ગામ તાર મુકવાનું હોય છે, ત્યારે તાર ઓફીસમાં તાર મૂકવાના યંત્ર ઉપર એક વખત કટકટ કરવાથી તરતજ બીજે ગામ ૧૦૦ કેસ છે. કટકા થાય છે. આંખ મીંચીને ઉઘાડીએ તે કરતાં પણ ઓછા વખતમાં વિજળીના પરમાણુઓ ૧૦૦ કેસ દૂર ગયા. તે કેવી રીતે ગયા તેને મનમાં વિચાર પણ થઈ શકે તેમ નથી. પુદગલની કેટલીક શક્તિ જ્યારે વીજળી જેવી વસ્તુ ઉપર પ્રમાણે ક્રિયા કરે છે, એમ આપણને પ્રત્યક્ષ દેખાય છે, ત્યારે મનના પરમાણુઓ જે વીજળી કરતાં પણ ધણુ શક્તિમાન છે, તેની શક્તિ અગાધ હોય તેમાં નવાઈ નથી. વિચાર કરતાં એમ નક્કી થાય છે કે–મન ૫ર્યવ જ્ઞાન પણ મનને ગુણ છે અને કેવળજ્ઞાન થયા પછી ભૂત ભવિષ્યને કહેનારું પણ મન છે. આત્મા તેમ કરી શકતો નથી. માટે આત્મા કરતાં પણ આ બાબતમાં તે વધારે શક્તિવાળું કહી શકાય. આત્માને ગુણ જાણવાનું છે. આપણને પ્રત્યક્ષ અનુભવ થાય છે કે, મનના દરેક સંક૯પ વિકલ્પ જાણવામાં આવે છે. માટે જે જાણે છે તે આત્મા અને જણાય છે તે તમામ મનના સંકલ્પ વિકટ છે. જે માણસ સિંહ જેવા વિક્રાળ પ્રાણીને પણ કબજે કરી શકે છે. જેમ કરેઓ લાળના તાંતણુઓથી બળવાન માખીને બાંધી રાખે છે, તેમ મન આત્માને કેદમાં રાખે છે, તેમજ છોડે છે. શાસ્ત્રમાં ચારે ધ્યાન મનનાં કહેલાં છે, મનની કેટલીક ક્રિયાઓને આત્માની માની લેવામાં આવે છે. - (૧) સિદ્ધ ભગવાનને ત્રણે કાળના દ્રવ્યના પર્યાનું જ્ઞાન છે. (૨) કેવળી ભગવાનને તેવું જ્ઞાન હતું, તેથી ભૂત, ભવિષ્ય અને વર્તમાન કાળની વાત કરતા હતા. (૩) આત્માની પ્રેરણાથી પુદ્ગલ ક્રિયાઓ કરે છે. (૪) પુરૂષાર્થ (ક્રિયા) સહેજે થતું નથી, પરંતુ કરવાથી થાય છે. (૫) આત્મામાં અજ્ઞાન છે તેથી કર્મ બંધન થાય છે. આ ઉપરની બાબતોને વિચાર કરે ઘટે છે. બધાં દ્રવ્યની ક્રિયા સ્વાભાવિક અને નિયમિત છે. (૧)