________________
આત્મા જાણે તે મનને કહી શકે નહિ. મન જડ છે તે જાણી શકે નહિ. વિદ્યા અને જ્ઞાનમાં શું ફેર છે? અમુક વિષયને અભ્યાસ કરે તે વિદ્યા અને પાંચ દિયો તથા મનની ક્રિયાઓ જાણવી તે જ્ઞાન. જ્યોતિષશાન પુદ્ગલદ્રવ્યની વિદ્યા (ગણિત)નો ભાગ છે. વિશેષ અભ્યાસ કરનારને એક પરમાણુ સુધીની પણ ગણતરી કરતાં આવડે. કોઈ માણસને આપણે પૂછીએ કે તારા કુટુંબને મૂળ પુરૂષ કેણ? અનંત કાળ ચાલ્યો જાય તે પણ તે માણસ મૂળ પુરૂષને બતાવી શકતા નથી, ત્યારે અનંતા છના મૂળ પુરૂષો કયાંથી મળી શકશે? વિગેરે અનુમાનોથી અજ્ઞાત કહેવાય, તે પ્રમાણે તીર્થંકર ભગવાન કહે છે કેવળ જ્ઞાનીને આત્મા ત્રણે કાળે જાણ્યા જ કરે છે, એ યથાર્થ લાગે છે. માટે આ બાબતમાં ફરી ફરી વિચાર કરશે એટલે શંકા રહેશે નહિ. મહાવીરના વચનમાં કોઈપણ જગ્યાએ વિરોધ હેય નહિ અને વિધવાળાં વચનો દેખાય તે મહાવીરનાં નથી, પણ તે પછી થયેલા સાધુઓના છે. (૨) આપના કાગળમાં એકાંત સેવવા બાબતમાં વિચાર દર્શાવ્યા તે પ્રશંસનીય છે. ધર્મ કાર્યમાં એકાંતવાસ ઉત્તમ નિમિત્ત છે અને જેને ઉદય આવે (ભેદજ્ઞાન સાથે) તે ભાગ્યશાળી ગણાય. મહાવીર સ્વામી જેવાને પણ સાડાબાર વર્ષ એકાંતવાસ અને મૌનવૃત્તિ ઉદય આવેલ છે. ગૃહસ્થાવાસમાં તેમજ અશુભ નિમિત્તે છતાં કેવળજ્ઞાન તે કેઈને જ થયું છે, જ્યારે દરેક મહાત્માને ઘણું કરીને મોક્ષમાર્ગ સાધવાને એકાંત ઉદય આવેલ છે, જેથી એકાંત સેવવાની ઈચ્છા થઈ અને ઈચ્છા બળવાન થઈ કાર્ય થાય તે સારાં કર્મની નિશાની છે. (૩) જીવ દ્રવ્યનું અને પુદ્ગલ દ્રવ્યનું પૃથક પૃથક બારીકાઈથી વિચારવા જેવું છે. જેવી રીતે રેલ્વેટ્રેનના પાટ ચલાવવાના કાર્યના કર્તા છે, દીવો કાગળ લખવાના કાર્યો કર્તા છે, તે અપેક્ષાએ કહીએ તે પુદ્ગલપર્યાયને કર્તા આત્મા (જ્ઞાન) અને જ્ઞાનને કર્તા પુદ્ગલપર્યાય કહી શકાય. ય ન હોય તે જ્ઞાનનું શું ? માટે તે અપેક્ષાએ ય જ્ઞાનને કર્તા છે પરંતુ તેમાં વિચારવા જેવું એ છે કે-જે કારણના સં. બધમાં વિચાર કરીએ છીએ, તે ઉપાદાન કારણ છે કે નિમિત કારણ છે? બધાં દ્રવ્ય એક બીજાના પર્યામાં નિમિત્ત કારણ છે, પરંતુ એક દ્રવ્યનું બીજું દ્રવ્ય ઉપાદાન કારણ નથી અને હઈ શકે જ નહિ.
કઈ કઈ પલટે નહિ, છેડી આપ સ્વભાવ.” સોનાના દાગીનાનું ઉપાદાન સોનું, ઘડાનું ઉપાદાન માટી છે, કુંભાર ચાકડે વિગેરે નિમિત્ત કારણ છે. જ્યારે કારણ પિોતેજ કાર્યમાં બદલાઈ જાય તે ઉપાદાન કહેવાય માટે કર્મનું ઉપાદાને કારણે આત્મા નથી, મન છે.