________________
१२
સ્વરૂપ સ્થિત ઈચ્છા રહિત, વિચરે ઉદય પ્રયોગ: અપૂર્વ વાણી પરમકૃત, સદ્દગુરૂ લક્ષણ છે.” એક પછી એક વિચાર કરતાં વિશેષ કઈ જગ્યાએ જ્ઞાન જણાશે નહિ અને આગ્રહ વિનાના મનને કોઈપણ જગ્યા જ્ઞાન વિનાની દેખાશે નહિ. પરમ કપાળ શુભમુનિજીને અમારા પર અપાર ઉપકાર થયો છે, જે તેમનું વિશેષ આયુષ્ય હોત તે ઘણું મનુષ્યના તે ઉપકારી થાત, એ નિઃસંદેહ છે, પરંતુ કર્મની વિચિત્રતા છે. તેઓશ્રીએ કાંઈ લખાણ કરેલ નથી. શ્રીમાન રાજચંદ્રના પુસ્તકમાંથી કેટલીક નેટ ઉતારી છે, જે આપને જોવાની ઈછા હશે, તે મેકલવાની તજવીજ કરીશ. સમ્યાન દીપિકા તથા સ્વાનુભવ મનન એ બંને પુસ્તક વાંચવા શુભમુનિએ ભલામણ કરેલ, જે ઉપરથી સદહું પુસ્તકે ડાં થોડાં જોયાં છે. આગ્રહ વિનાના મનુષ્યને તે વાંચવાથી શુંભના નિમિત્ત થાય છે ખરા. આપે આગળ છ દ્રવ્યના દ્રવ્ય, ગુણ અને પર્યાય સંબધી ખુલાસે મગાવ્યો હતો, પણ અવકાશ ન હોવાથી મોકલેલ નથી. ટુંકામાં હું નીચે પ્રમાણે સમજ્યો છુંદ્રવ્ય, ગુણ, પર્યાય એક બીજાથી અભિન્ન છે. જ્યાં દ્રવ્ય છે ત્યાં ગુણ અને પય છે, અને જયાં ગુણ છે, ત્યાં દ્રવ્ય અને પર્યાય છે તથા જ્યાં પર્યાય છે ત્યાં દ્રવ્ય અને ગુણ છે. દાખલા તરીકે સેનું દ્રવ્ય માનીએ, દાગીને પર્યાય અને પીળાશ તે ગુણ. આ એક દેશી દષ્ટાંત છે. દ્રવ્ય ગુણ અને પર્યાય જીવને જાણવાનો છે. ચાર ગતિમાં જે છે છે તે છવ દ્રવ્યના પર્યાય છે. પુદ્ગલ મિલન વિખરણ વિગેરે જે કાંઈ પાંચ ઈદિયો વડે જણાય છે તે પુદ્ગલના પર્યાય છે. મને પણ પુદ્ગલને પર્યાય છે. ક્રોધ, માન, માયા, લેભ, હાસ્ય, રતિ, અરતિ, ભય, શોક, જુગુપ્સા, કર્મપુદગલાના પર્યાય છે. આકાશ અવકાશ આપવાને. જ્યાં જ્યાં પુદ્દગલ વિગેરેને અવકાશ અપાય છે, ત્યાં ત્યાં પર્યાય છે. ધર્માસ્તિકાય હલવામાં સહાયતા આપવાને થાય છે, ત્યાં ત્યાં દ્રવ્યનો પર્યાય છે, અધર્માસ્તિકાય સ્થિર રહેવામાં,
જ્યાં જ્યાં સ્થિરતા છે સહાયતા આપવાને ત્યાં તે દ્રવ્યને પર્યાય છે. દ્રવ્ય જીવ - ગુણ જાણવાનો પર્યાય, વર્તમાન કાળની યથાર્થ સ્થિતિ જાણે છે અને જેમ
જેમ કાળ ચતે જાય, તેમ તેમ પલટતો જાય. પુનર્જન્મના પુરાવા બાબત જણાવવાનું કે- (૧) પુદગલ દ્રવ્યને ક્યારે પણ નાશ થતો નથી, એમ વિજ્ઞાન શાસ્ત્રીઓથી સિદ્ધ થયેલું છે. દાખલા તરીકે એક મીણબત્તી અને કે લાકડું બાળવામાં આવે અને બળી જાય ત્યારે એમ જણાય છે કે મીણબત્તી અથવા લાકડામાં જે દ્રવ્ય હતાં તેનો નાશ થઈ ગયો, પણ તેમ થતું નથી.