________________
ભરીને તડકે મૂકીએ તે ગરમીનું તેને નિમિત્ત મળવાથી તે પાણી વરાળ થઈને ઉડી જવાને પુરૂષાર્થ કર્યો તે કંઈ તેણે સમજીને કર્યો નથી, એ ક્રિયા તે એની મેળે થઈ એમ પ્રત્યક્ષ સમજાય છે.
પ્રશ્ન-પાણી અને ગરમી તે બને છે અને તેઓ પિત પિતાની ક્રિયા એની મેળે કરે તે સંભવે છે. કારણ કે તેઓ કંઈ સંકલ્પ વિકલ્પ કરતા નથી, પણ આપણા શરીર અને મનને તો આત્માનું નિમિત્ત છે. તેઓની શક્તિ તે જુદા પ્રકારની દેખાય છે અને તેઓ સમજ્યા વિના પિતાની ક્રિયા કરે, એ. કેમ બને? વળી આપણે જે પુરૂષાર્થ કરીએ છીએ તે સમજી-વિચાર કરીનેજ કરીએ છીએ તો તે પુરૂષાર્થ એની મેળે થયો કેમ કહેવાય ? '
જવાબ–આ સમજવાને વાસ્તે આપણે અમુક ક્રિયા અને કાર્યને લઈએ. જેમકે એક માણસે ઘડાને ભાંગે, ભાંગવાને પુરૂષાર્થ તે શરીરેજ કર્યો કહેવાય, કેમકે મનની અંદર પિતાની ઈચ્છા શરીરને જણાવવાની કઈ શક્તિ નથી, આત્માએ તે માત્ર જાણવાનજ પુરૂષાર્થ કર્યો છે, તેમાં બીજું કંઈ કરવા કરાવવાની શક્તિ નથી, તેમ તેનામાં કંઇ પ્રેરણા કરવાની શક્તિ નથી. એ બધે આત્મા અને જડને સંબંધ બતાવ્યો ત્યાં સાબીત થયું છે. જે આત્મા અને શરીર પોતાની ક્રિયા સહેજે કરે, તો મન પણ સંકલ્પ વિકલ્પ કરવાની ક્રિયા સહેજે શામાટે ન કરે ? શરીર પાસે કંઈ પણ કાર્ય કસ્તાની શક્તિ મનમાં છેજ નહિ, મન તો માત્ર નિમિત્ત આપે અને શરીર તેની ક્રિયા સહેજે કરે. જે શરીર પિતાની બધી ક્રિયા મનના હુકમથીજ કરતું હોય, તે મનની કઈ દિવસ એવી ઈચ્છા નથી થતી કે શરીર ઘરડું થાય. છતાં પણ શરીર તે પોતાની જીર્ણ થવાની જે ક્રિગ છે તે તે મનની ઈચ્છા વિરૂદ્ધ કર્યા જ કરે છે. મનને તાબે શરીર હોય તે આમ કેમ બને ? હવે બાકી મન રહ્યું. મન તે જડ છે અને જડ તે કાંઈ જાણતું નથી, જે જાણતું નથી તે. પછી જાણ્યા વિના પોતાના પુરૂષાથીને એ કેમ અટકાવે અને જે જાણ્યા વિના નિરૂપાયે પુરૂષાર્થ એટલે જે પુરૂષાર્થ કર ન કરવો એના હાથમાં નથી, એમજ હોય તો એ પુરૂષાર્થ સહેજે થાય છે, એમ કહેવામાં શું વાંધો છે? વળી જે કાળે જે થવાનું છે તે થશેજ અને કાર્ય (ઉદય) થવાનું છે તેને અટકાવવાની કોઈમાં શક્તિ નથી; તે જે ક્રિયા (પુરૂષાર્થ) થી એ કાર્ય થવાનું છે. તે પણ કોઈ નહિ અટકાવી શકે, માટે પુરૂષાર્થ સહેજે થયો કહેવાય. માટે શરીરને સંકલ્પ વિકલ્પને અમલમાં મૂકવા વિગેરેનો પુરૂષાર્થ, મનને સંકલ્પ વિકલ્પ કરવાનો અને આત્માને જાણવાન પુરૂષાર્થ-એ બધું સહેજે થાય છે,