________________
છે.
જવાબ આનો જવાબ એ શરતે આપી શકાય છે કે એક તે જાણે માણસને મુક્ત થવાનું નજદીક આવતું જાય છે, ત્યારે તેને ઘણે ભાગે સુકૃત્યજ સુજે અને એ સુકૃત્ય કરીને મોક્ષે ગયો, એ તો આપણને ઉપરથી લાગે છે, એમ નહિ કે એ સુકૃત્ય કરીને મેક્ષે ગયે, પણ સુકૃત્ય કરીને મેસે જિવું એ તેને માટે તે વખતે નિર્માણ થયેલું હતું. બીજી રીતે જવાબ આત્માના મેક્ષનો આધાર હંમેશાં મનની પ્રતીતિ ઉપર છે, તે એમ કે
જ્યારે મનને આત્માને અને જડને યથાર્થ ભેદ અનુમાનથી સમજાય અને તેમાં પૂર્ણ પ્રતીતિ થાય, ત્યારેજ આત્માને પોતાનું મુલ સ્વરૂપ યાદ આવે. હવે મન જ્યારે પિતાના અમુક ગુણ કે જે આત્માના જેવા છે તેમાં જે રમ્યા કરે તે આત્માના ગુણનું અનુમાન તે સહેલાઈથી કરી શકે અને પિતાના બીજા ગુણ કે જે આત્માથી વિરૂદ્ધ છે તેમાં રમે તે આત્માના ગુણનું ભાન કરવું વધારેને વધારે અશક્ય બને. મન આત્મા જેવા પિતાના ગુણમાં રમે તે પુજે કહેવાય અને તેથી વિરૂદ્ધ ગુણમાં રમે તે પાપ કહેવાય, હવે જે કોઈ પાપ કરે તો તે જે આત્માના ગુણનું ભાન થવાનું છે તેનાથી છેટે ખસ જાય છે. બહુ મોટું પાપ કરે એટલે જે કે આત્માથી વિરૂદ્ધ ગુણમાં બહુ લીન થઈ જાય છે તે આત્માના ગુણના ભાનથી દૂર ખસી જાય અને પાછું પાસે આવતાં બહુ વાર લાગે, માટે આપણે કહીએ છીએ કે પાપને બંધ બહુ મેટ પડી ગયો અને ભેગાવ્યા વિના છુટકે નથી. અર્થાત તે પાપનિકાચિત કહેવાય.’
પ્રશ્ન–ભેદ જ્ઞાનીનાં લક્ષણ શું? અને અમુક માણસને લાયક સમકિત થયું છે, એ કેમ જણાય ? “સદ્દગુરૂ કેમ ઓળખાય વા કેમ જણાય ?' - જવાબ–ભેદજ્ઞાનીને ભૂત ભવિષ્યની ચિંતા ન હૈય, કારણકે જે થવાનું હોય તેજ થાય છે તેમ તેઓને પૂર્ણ શ્રદ્ધા હોય છે. આગ્રહ તે કાઈ જાતનો હોયજ નહિ. વિવાદમાં સત્ય વાતને એકદમ ગ્રહણ કરે, મારાપણું તેનામાં ઓછું જોવામાં આવે, સેના અને ધુળમાં માત્ર નામ શિવાય તે કંઈ ભેદ ન સમજે, કોઇપણ જાતનો ભય તેઓને હાયજ નહિ, તેઓના વચન સત્ય લાગે અને અનુભવમાં વિરૂદ્ધતા ન બતાવે, ખરે ક્રોધ કવચિત જ કરે, હમેશાં શાંતિમાંજ રહે. જગતના રંગ ઘી વિનાની રોટલીના જેવા તેમને લુખા લુખા લાગે, ખાલી ડાળ બીલકુલ ન કરે, પિતાની કીર્તિ ફેલાવવાનો પ્રયાસ મુદ્દલ ન કરે એટલે એ માનની ભુખ્યા ન હય, પિતાને ભેદશાન થયાને તેમને ગર્વ ન હોય, બીજાને સમજાવવાને હંમેશાં તત્પર રહે, આત્મા અને જડના ધમ ગમે તેમ ફેરવીને પુછીએ, તે પણ ખરા જવાબ આપે.