________________
પણની દશામાં આ ગુણસ્થાનક હોય છે, જેમાં પાંત્રીસ (૩૫) ગુણ પ્રગટ થાય છે, તેમાં પ્રથમ ગુણ “ચાચા મિત્ર’ ન્યાયથી જ પૈસે મેળવે. ૨ જે ગુણ શિષ્ટાચાર પ્રશંસા એટલે સદ્દગુણ તથા સદાચરણ પ્રત્યે જ પ્રીતિ રાખવી. આ પાંત્રીસ ગુણમાં ગૃહ વ્યવહાર, કુટુંબ વ્યવહાર, આહાર વ્યવહાર, દંપતી વ્યવહાર, લગ્ન તથા વિવાહ વ્યવહાર અને ધર્મ વ્યવહાર વિગેરે આખા ગૃહસ્થાશ્રમના જીવનની રૂપરેખાને ચિતાર આવી જાય છે. હવે મૂળ દશાનો વિચાર કરીએ કે-ચારસંપન્ન વિમલ' એ તે એક એકની માફક પ્રથમ જ ગુણ છે. પાયા વિના જેમ મહેલ નિરર્થક છે, તેમ સત્ય અને ન્યાય વિના દાન પૂન્ય પૂજાદિ સર્વ નિરર્થક છે અથૉત્ મેક્ષ માર્ગ આપનાર નથી, પણ સંસાર ફળ આપનાર છે. બીજ, ભૂમિ તથા વર્ષાદ એ ત્રણે પ્રકારની સંપૂર્ણતા હોય તે જ ફળની પણ વિશેષ વૃદ્ધિ થાય છે અને એ ત્રણમાં બીજ બળેલ હોય, વરસાદ ન હોય વા ભૂમિ ક્ષારયુક્ત હેય-ત્રણમાંથી એકની પણ ખામી હોય તો ફળને અભાવ થાય છે અને ત્રણમાં જેટલી મંદતા હેય તેટલી ફળ ન્યુનતા હોય છે, તેજ દષ્ટાંતે દાન, પુન્ય, પૂજા વિગેરે ધર્મક્રિયાઓ કરતાં છતાં આત્મોન્નતિ થતી જણાતી નથી કર્માવરણની ક્ષીણતા થતી જણાતી નથી, કષાય વિષયાદિ દોષ, આશા, તૃષ્ણા તથા માયાની મંદતા થતી નથી, તેનું કારણ? અનીતિ અને અસત્ય દેષથી સફળીને નાશ થત જણાય છે. મણુ દૂધપાકમાં જેમ અલ્પ ઝેર પડવાથી બધે દૂધપાક કડ થાય છે, તેમ સક્રિયામાં અનીતિ તથા અસત્યરૂપ ઝેર પડવાથી ક્રિયા નિષ્ફળ થાય છે.
શાલિભદ્રને પૂર્વભવને જીવ પોતે રબારી કુળમાં ગરીબ સ્થિતિમાં હતા. પર્વના દિવસે પાડોસીના ઘરે મિષ્ટાન્ન જોઈ તે ઘેર માતા પાસે તેવા સ્વાદિષ્ટ ખોરાકને માટે રોવા લાગ્યો. ગરીબ માતા પાસે પૈસાનું સાધન ન હેવાથી છોકરાને તેવી હઠ ન કરવા સમજાવ્યો, પણ અજ્ઞ બાળક સમય નહિ અને વધારે રેવા તથા તેફાન કરવા લાગ્યો. એટલે પાડેસીને દયા આવતાં કેઈએ દૂધ, કેઇએ સાકર અને કેાઈએ ચોખા આપવાથી તેની માતાએ ખીર બનાવી. મહા મુશીબત અને રૂદનથી ખેદ કરી ખીર મેળવનાર બાળકને ખીર ઉપર તીવ પ્રીતિ છતાં સંસ્કારબળને લઈ તેના અંતરમાં સ્વાભાવિક ગુરૂભક્તિની સંસ્કરણ થઈ કે- જે કઈ તપસ્વી સાધુ મહાત્મા આવે, તો તેની ભક્તિ કરી–તેને ભિક્ષા આપી ભોજન કરૂં” “ભાવના સદશી સિદ્ધિઃ” તે બાળકની નિર્મળ ભાવનાથી તરત માસોપવાસી સાધુ પારણાથે તે ગરીબને ઘેર