________________
ર૯ર
આત્મા જાણવાના ગુણવાળો છે. એટલે જે જાણે છે તેજ આત્મા છે. આત્મા સ્વ પર પ્રકાશક છે. " (૨) આત્મા નિત્ય છે-ઘટ, પટ (વસ્ત્ર) આદિ પદાર્થો અમુક કાલવ છે એટલે આદિ અને અંતવાળા છે, જેની આદિ છે તે પદાર્થો અમુક વસ્તુ માંથી થયેલા જણાય છે, એટલે અમુક ઉપાદાને કારણમાંથી થયેલા જણાય છે અને તેનો નાશ થયા પછી પણ અમુક વસ્તુ થાય છે, જેમકે ઘટ માટીમાંથી થયો છે અને તેને નાશ થઈ ઠીકરા થાય છે. પેટ (વસ્ત્ર) રૂમાંથી થયું છે અને તેને નાશ થઈ ચીંથરા થાય છે, તેમ આત્મા કોઈપણ વસ્તુમાંથી ઉત્પન્ન થયે છે એમ જણાતું નથી તથા તેને નાશ થઈ કંઈ પણ થાય એમ પણ બનવાનું નથી. તેથી આત્મા ત્રિકાલવર્તી છે એટલે નિત્ય છે, શાશ્વત છે. (અપૂર્ણ) પરમ કૃપાળુ પૂજ્યશ્રી શુભ મુનિ કૃત
ભ્રાંતિ વિચાર. . આપણે આ બધું જે જે જોઈએ છીએ તે બધું જ છે, પરંતુ તે વસ્તુતાએ કંઈ નથી. કારણ કે સ્વપ્નામાં ખાઈએ છીએ, રમીએ છીએ વિગેરે આપણે જે કંઈ કરીએ છીએ, તે જ્યારે જાગ્રત થઈએ છીએ, ત્યારે એ બધું ખોટું હતું એમ લાગે છે, તેવી જ રીતે હાલ આપણે સ્વપ્ન દશામાં છીએ તેથી આ બધું જણાય છે, દેખાય છે, પણ જ્યારે જાગ્રત થઈશું ત્યારે આ બધું બોટું હતું એમ લાગશે. આ સવાલ–તમે ઉપર પ્રમાણે કહે છે તે તમે પોતે સ્વપ્ન દશામાં રહીને કહે છે કે જાગ્રત દશામાં જો તમે સ્વપ્ન દશામાં કહેતા હે, તે જયારે આપણે જાગ્રત થશું ત્યારે આ તમારૂં કહેલું ખોટું હતું એમ લાગશે, અને જડ સ ય છે એમ લાગશે નક્કી થશે; પરંતુ જો તમે જાગ્રત દશામાં રહીને કહેતા હેતે તમે મને જોઈ શકે છે કે નહિ? જે જોઈ શકતા હે તે હું જે તમને દેખાઉં છું, તે જાગ્રત દશ છતાં ખોટું છે, એમ શા આધારે કહેવાય? કદાચ તમે એમ કહે કે હું ઘેડે જાગ્રત છું, તે તમે મને પણ થડ જાગ્રત કરશે કે નહિ? અને જે કરી શકતા હે, તે એક છણામાં છણો રાઈના દાણે જેને હું જોઉં છું તે ન દેખાય, એટલું કરીઆપશો તે તમારૂ કહેલું સર્વ સત્ય છે, એમ હું માનીશ અને આગળ જતાં વધારે જાગ્રત થવાની મને આશા રહેશે. (અર્થાત આગળ વધારે જાગ્રત કરશે.) કદાચ હાલ તમે મને જરાપણું જાગ્રત કરવા સમર્થ નથી, તે પછી તમારા કહેવા પ્રમાણે હું સ્વપ્ન દશામાં