________________
૯૩
છું એમ માની લઉં તેના કરતાં હું મને જાગ્રત દશામાં છું એમજ માનું એ વધારે શ્રેષ્ઠ છે અને જ્યારે તમે મને જાગ્રત કરવા સમર્થ થશે, ત્યારે જ તમારું કહેવું સત્ય માનવું, એ વધારે શ્રેષ્ઠ છે, કેમકે તમે પોતે જે બેલ છે, તેજ કાં બે ભાન દશામાં કહેતાં સ્વદશામાં છે એવું ન લાગે ? જે જાગ્રત દશામાં છે તે જાગ્રત કરી આપે, નહિ તે અમે માનશું કે તમે રવપ્ન દશામાં છે,
ગાયનને આધ્યાત્મિક ઉપનય-કથા. “પાણું ભરવા હું ગઈતીરે. સાહેલીની સંગે,
આડા આવીને ઉભારે, કુંવરજી નવરગે. સાખી–જળ ભરવા સર્વે ગયા, તે વાડી મોઝાર;.
આડા આવી ઉભા રહ્યા, બન્ને રાજકુમાર. રેકી રાખી સાસુજીરે, અમે સહુ પનીઆરી,
નામ પૂછીને મારે, કીધી છઠ્ઠા ભારી. સાખી—શરમાઈ ઉભા રહ્યાં, શું અમ અબળા જેર;
વિનવણી કંઈ સુણી નહિ, દેખાડી નિજ તેર. હઠથી અમે હારે, આખર એક સાહેલી,
નામ લીધું અમારું રે, ત્યારે દીધા મેલી.” અર્થ-કાયારૂપ નગરમાં મેહરૂપ રાજા, તેને બે પુત્ર હતા, તેમાં એક જે રાગ-તેનું નામ માનસિંહ અને બીજે પ તેનું નામ અભયસિંહ હતું. તે નગરને જે નગરશેઠ તેનું નામ આત્મા, તેને ચેતના નામે સ્ત્રી, ઉપયોગ નામે પુત્ર, તેની શ્રદ્ધા નામે સ્ત્રી ને સુમતિ નામે સખી હતી અને સદ્દવૃત્તિરૂપ સાહેલીઓ હતી. તેની સાથે જ્ઞાનરૂપ સરવરે પાણી ભરવા જતાં મોહ રાજાના બે પુત્રો તેને અટકાવી તેનું નામ પુછવા લાગ્યા. ત્યારે તેણે હઠ કરી થોડીવાર નામ ન લીધું, છેવટે સુમતિરૂપ સખીએ તેનું નામ દીધું ત્યારે તે નામ સાંભળી જતા રહ્યા, કેમકે જ્ઞાની માગ સહજ છે, પણ હઠથી નથી, તેથી શ્રદ્ધાએ
જ્યારે પોતાનો હઠ: સુમતિરૂપ સખીના કહેવાથી છો કે તરત જ મેહરાજાના પુત્ર જે રાગ-દેવ હતા, તે જતા રહ્યા અને જ્ઞાનરૂપ પાણી ભર્યું એટલે કેવળજ્ઞાન થયું.