________________
૨૮૪
.
કરી હું તા ચાલી જઈશ. પુત્રના શબ્દને ખાળવાની તમારી પણ ફરજ છે. રાજાએ કહ્યું કે— દેવી ! તમારી પાસે તે મંગળસૂત્રનું પણ સાધન છે કે જેને વેચીને તમે પૈસા મેળવી શકોા, પણ મારી પાસે તેા એક પુટી બટ્ટામ જેટલુ પણુ સાધન નથી, જેવી એ શત્રુને ખાળવાની ક્રિયા શી રીતે કરી શકીશ? માી પાસે કાંઇ પણ સાધન નથી. હું જે ચ ડાળને ત્યાં નાકર છું ત્યાં મને ઉદર પોષણ જેટલું પણ મહા મુશીબતે મળે છે, તે એ ખજો મારા પર નાખવા કરતાં તમારા મંગળસૂત્રને વેચી કર ભરી આપશે તા વધારે ઉચિત ગણાશે.' આ સાંભળતાં દુઃખ પામતી તારામતી મેલી કે * દેવ ! જે મ ંગલસૂત્ર ઉપર તારામતીના શિરછત્ર હરિશ્ચંદ્ર સિવાય કોઇ પણું પુરૂષની દિષ્ટ નજ પડે, તે મગળસૂત્રને વેયા જતાં તેનાપર અન્યની દષ્ટિ ૫ડશે અને ખીજાને સ્પર્શ થશે એમ જાણી મારૂ હૃદય કપી ઉઠે છે—ચીરાયછે અને શુન્ય થઇ જાય છે. નાથ ! હૃદયની મુંજવણથી શું કરવુ' તે સુજતુ નથી, તે થો અત્યારે નદી વ્યાઘ્રના ન્યાય જેવું બન્યું છે. નદી ઉતરનાર આદમીને નદીમાં પ્રવેશ કરતાં જણાયું —નદીમાં પ્રમળ વેગ અને પાણી બહુ ઉડુ` લાગે છે. તે વેગનું જોર નરમ પડયા પછી ઉતરવુ સલામતી ભરેલું છે એમ ધારી તે નદી તટપર જાય છે. તેવામાં ત્યાં એક ક્ષુધાતુર વિક્રાળ વાઘ પેાતાની તરફ ધસી આવતા તેના જોવામાં આવ્યા એટલે પછી તે કયાં જઇ શકે ? જ્યાં જાય ત્યાં મરણનાજ ભય છે. પ્રાણનાથ ! મારી પણ તેવી દશા થઇ છે. જે મંગળસૂત્ર વેચવાની ના કહું છું તે પતિની અવગણના થાય છે અને તે વેચવા જતાં તેને ત્યાગ સહન નહિ થાય એ વિચારથી હૃદય રડી પડે છે. કૃપાસિંધુ ! આપ મારા શિરછત્ર છે. રક્ષણ કર્યાં અને આપજ મારૂં' સર્વસ્વ જીવન છે. આમાં મારે શું કરવું તેની મને કાંઇં સૂઝ પડતી નથી. દુઃખના આઘાતથી શૂન્ય બનેલ હૃદયની કાંઇ અવગણના થતી હોય તેા ક્ષમા કરશો, પણ મને ક્રાઇ રસ્તા તે। સુજતાજ નથી, નાથ ! ત્યાં હું શું કરૂ ? આપ દયા લાવીને મને કાઇ રસ્તા બતાવેા. સતીના હૃદય ભેદક વચનથી દ્રવિત થઇ રાજાએ કહ્યું કે ' દેવી ! તમારા મ*ગલસૂત્રમાંજ મારૂં મંગળ રહેલુ છે. તેને વેચવાનુ` કહેતાં મારૂં હૃદય પણ રડે છે અને જે છે; પણ શું કરૂં ? અન્ય ઉપાય વિનો લાચાર છું. દેવી ! તમે એ મગળસૂત્રને વેચવા ખુશી નથી, ત્યારે શુ તારામતિને પતિ હરિશ્ચંદ્ર પેાતાના સેવક ધર્મને ભૂલી જઇ માલીકની આજ્ઞાના ભ ંગ કરી વિશ્વાસઘાત તથા અન્યાય કરે, તેમાં તમે ખુશી છે ? જે તેમ કરવા ચાહતા ન હૈ તેા પતિને અધર્મથી બચાવવા મગળ સૂત્રના માહને મ કરવાની જરૂર છે. જે મંગળ સૂત્ર રાખવાથી પતિની આજ્ઞાના ભંગ થતા
·