________________
ॐ श्री सद्गुरु संत स्वरूपाय नमः અધ્યાત્મિક પ્રકરણ ભાગ ૩.
પરમ કૃપાળુ શુભમુનિજના તાત્વિક વિચારે.
જૈન રેલીની સામાન્ય સમજ.
-
- -
બોધ થવાને અનુકમ. પરમ પુરૂષ પ્રભુ સદ્દગુરુ, પરમજ્ઞાન સુખ ધામ;
જેણે આપ્યું ભાન નિજ, તેને સદા પ્રણામ. - ૧–જૈન સિદ્ધાંતને આધાર એક “ચેતન અને બીજી જડ પુગલ) રાશિએ બે રાશિ ઉપર છે.
૨–તે બે રાશિ ઓળખવાને શ્રીમાન મહાવીરે નીચે પ્રમાણે દ્રવ્યનું સ્વરૂપ જણાવ્યું છે.
૩–દ્રવ્ય એટલે જેમાં સત્તા હેય તે દ્રવ્ય અથવા એક સમયે ઉત્પાદ, વ્યય અને ધ્રુવપણું જેનામાં હેય અર્થાત ઉત્પન્ન થાય, નાશ થાય, છતાં કાયમ રહે એવો ગુણ જેનામાં હેય તે દ્રવ્ય અથવા ગુણ પર્યાયવંત જે હેય તે દ્રવ્ય. દ્રવ્યનું બીજું નામ વસ્તુ. (દ્રવ્ય એટલે વસ્તુ, ચીજ) '
ઇ-કવ્યમાં સત્તા બે પ્રકારની છે. એક અવાંતર સત્તા અને બીજી મહાસત્તા.
–અવાંતર સત્તા ત્રણ પ્રકારની છે. તેમાંની એક સત્તા એવી છે કે દરેક વસ્તુને નવા નવા આકારમાં ફેરવે છે અથત રૂપાંતર કરે છે. જેમકે રૂનું સુતર કરે છે, પછી સુતરના લુગડાં કરે છે, પછી લુગડાને ડગલો કરે છે, પછી તેનાં ચીથરા વિગેરે થાય છે, તે સત્તાનું નામ ઉત્પાદ સત્તા. બીજી સત્તા એવી છે કે ઉત્પાદ સત્તા જે નવા નવા આકાર ઉત્પન્ન કરે છે, તે તે આકારનો આ સત્તા નાશ કરે છે, જેમકે પહેલાં રૂનો નાશ કર્યો, પછી સુતરને નાશ કર્યો, પછી લુગડાનો નાશ કર્યો, પછી ડગલાને નાશ કર્યો અને પછી ચીંથરાને નાશ કર્યો. આ