________________
હોય તથા પિતાને પતિ ધર્મજટ થતું હોય તેના કરતાં પતિની આજ્ઞા એજ વાસ્તવિક રીતે સતી સ્ત્રીઓનું સાચું ભૂષણ યાને મંગળસૂત્ર છે. એમ જાણવું તેજ સર્વોત્તમ છે.”
એ રીતે પતિ દેવના સયમયવચન સાંભળતાંની સાથે જ પોતાના મંગળ સૂચક મંગળસૂત્રને ગળામાંથી ઉતારી જેવી પતિના ચરણમાં ધરવા જાય છે, તે જ ક્ષણે આ દંપતીના ઉત્તમ ચારિત્ર, પવિત્ર જીવન અને સત્યના પ્રબળ પ્રભાવથી પ્રસન્ન થયેલ અસખ્ય દેવોએ આકાશમાંથી સુગંધી દીવ્ય પુષ્પોની વૃષ્ટિકરી. દીવ્ય વાજાના મનહર ધ્વનિથી હર્ષ પામતા દેવે જય જયારવ સાથે નૃત્ય અને રસ્તુતિ કરવા લાગ્યા. રાજા હરિચંદ્ર તથા તારામતી ભંયકર આપત્તિમાં આવી પડ્યા છતાં પોતાના સત્યવ્રતને તથા ન્યાયી જીવનને અણુમાત્ર પણ ચલિત થવા ન દેતાં કસોટીમાંથી પરિપૂર્ણ રીતે પસાર થવાથી રોજ-રાણીને સજીવન પ્રત્રની સાથે દેવ તથા મહર્ષિઓએ તેમની મૂળ સ્થિતિ (રાજ્યાવસ્થા)માં મૂકી દીધાં.
પછી ઘણા કાળ સુધી ન્યાયથી રાજ્ય પાળી, સત્ય ધર્મનું રક્ષણ કરી, તે બંને દંપતિ પરમાત્મ ધ્યાનમાં લીન થઈ, અનંત કર્યાવરણને અલગ કરી, પરમાત્મજ્ઞાન સ્વરૂપની પરાકાષ્ઠાએ પહોંચી જન્મ જરા મરણના દુઃખથી રહિત થઈ અનંત આન, શાંતિમય અવ્યાબાધ સ્વરૂપને પામ્યા.
આ ઉપરથી વાચક વર્ગને સમજાશે કે–સત્ય એજ મનુષ્યનું સાચું જીવન છે, સત્ય એજ કર્તવ્ય છે, સત્ય એજ સ્વરૂપ છે, સત્ય એજ ધર્મ છે અને સત્ય એજ આત્મતિનું પરમ સાધન છે, શાંતિઃ શાંતિઃ શાંતિઃ !!!
इति द्वितीय भाग समाप्त.