________________
સત્તાનું નામ વ્યય સત્તા ત્રીજી સત્તા એવી છે કે-ઉત્પાદ સત્તાનવા નવા આકારને ફેરવે છે અને વ્યય સત્તા વસ્તુના આકારને નાશ કરે છે; છતાં પણ આત્રીજી સત્તા વરતુને ટકાવી રાખે છે અર્થાત્ વસ્તુને સદંતર નાશ થવા દેતી નથી આકારે નવા જુના થયા કરે છે; છતાં મુળ વરતુને કાયમ રાખે છે. જેમકે સેનાની લગડીને નાશ થઈ કડું થયું, કાનો નાશ થઈ સાંકળી થઈ, સાંકળીને નાશ થઈ ગઠે થયે, છતાં તેનું તે કાયમ રહ્યું, માત્ર તેના આકારે નવા જુના થયા, તેમજ આ સત્તા વસ્તુના આકારે નવા જુના થાય છે, છતાં મૂળ વસ્તુને કાયમ રાખે છે, તે સત્તાનું નામ વસતા. આ ત્રણે સત્તાને અવાંતર સત્તા કહે છે.
–અવાંતર સત્તાની વિશેષ સમજ. ઉત્પાદસત્તા કેઈ કાલે પણ વસ્તુને વ્યય કરે નહિ અર્થાત્ વસ્તુના આકારનો નાશ કરે નહિ તથા વસ્તુને કાયમપણે રાખે નહિ. વ્યયસત્તા–વસ્તુને કોઈ પણ કાલે ઉત્પન્ન કરે નહિ તેમજ ધવપણે રાખે નહિ. ધ્રુવસત્તા કોઈપણ કાલે વસ્તુને ઉત્પન્ન કરે નહિ તેમજ નાશ પણ કરે નહિ. એકજ વસ્તુમાં આ ત્રણે સત્તા સમયે સમયે પિતાનું કાર્ય કર્યા કરે છે. વસ્તુ તેજ દ્રવ્ય અથવા વસ્તુનું બીજું નામ દ્રવ્ય.ધ્રુવસત્તાનું બીજું નામ ગુણ અને ઉત્પાદ, વ્યય સત્તાનું બીજું નામ પર્યાય; અર્થાત પર્યાયમાં ઉત્પાદ અને વ્યય એ બે સત્તા સમાય છે.
–મહાસત્તા એટલે ઉપર બતાવેલી ત્રણે અવાંતર સત્તા જેના આધારે રહેલી છે તેનું નામ મહાસત્તા અથવા ત્રણે અવાંતરસતાને ધારણ કરી રાખનાર જે સત્તા, તે મહાસત્તા. એવી અલૌકિક સત્તા (ગુણ) જે વસ્તુમાં હોય તે વસ્તુનું નામ દ્રવ્ય. “સત્તા એટલે શક્તિ ગુણ.”
૮-એક સમયે એક દ્રવ્યના (વસ્તુના) બે ઉત્પાદ સાથે ન થાય અને જે બે ઉત્પાદ સાથે દેખાતા હોય તો દ્રવ્ય પણ બે હાવાં જોઈએ. એજ પ્રમાણે એક દ્રવ્યના બે વ્યય પણ સાથે ન થાય. ઉત્પાદનું બીજું નામ ક્રિયા, પર્યાય અથવા વરતુનું રૂપાંતર થવું તે.
૯–ક્રિયા એક દેખાતી હોય અને દ્રવ્ય (વસ્તુ) બે હેય એમ પણું ન બને, અર્થાત બે દ્રવ્ય મળીને એક ક્રિયા ન કરે.
૧૦–પર્યાયના બે ભેદ છે. એક ગુણ પર્યાય અને બીજે દ્રવ્ય પર્યાય. એક વસ્તુનું સમયે સમયે નવું જુનું થવું તે ગુણ પર્યાય, જેમકે રંગ, મધ વિગેરેનું સમયે સમયે ફેરફાર થવું તથા વસ્તુ (દ્રવ્ય)ને અમુક કાલ સુધી એ
જ આકાર ટકી રહે તે દ્રવ્ય પર્યાય, જેમકે શરીર પેટી વિગેરે.