________________
પિતે માનેલું તે સાચું છે અને બીજા ખેડું કરે છે, એમ મમત્વ ભાવનાએ ચડી એક બીજા સાથે ક્લેશ કંકાસ કરનાર, વીતરાગ દેવની મૂર્તિના નિમિત્તે સ્થાનકવાસી તથા દેરાવાસી લડી એક બીજાનું માથું ફાડી નાખે, લોહીલુહાણ કરે, ધર્મના નિમિત્તે ઝગડા કરી કષાય વધારી હજારો લાખ રૂ.નો કાટમાગે દુર્વ્યય કરે તેથી “અહિંસા પરમો ધર્મ' એ સૂત્રનું તત્વ બોલનારના હૃદયમાં પરિણમ્યું જ નથી. ઉત્પન્ન થયેલ કવાયો ઉપશમી જાય તેને જ જ્ઞાનીઓ ધર્મ કહે છે, પણ જો ધર્મના નિમિત્તે અંતરે ઉપશમેલાકષાયે ઉદયમાં આવે તો તેનું નામ ધર્મ નહિ પણ અધર્મ જ કહેવાય. ધર્મની મહત્તા કષાયની જાગ્રતીમાં નથી, પણ કષાયની ક્ષીણુતામાંજ છે, આઠમના દિવસે લીલોતરીનું શાક જેમાં ઘણાખરા ખાતા નથી. લીલેતરી ન ખાવાના મુખ્ય બે કારણ છે. હિંસાના ત્યાગ અર્થે તથા વૃત્તિના જ્ય અર્થે. હંમેશા વીશ પચીશ વસ્તુઓ ખાવામાં આવતી હોય, તેમણે મહિનામાં પાંચ દશ તિથિએ અકેક વસ્તુને ઘટાડી ત્યાગને અભ્યાસ પાડવો જોઈએ કે જેથી વનસ્પતિમાં વિશેષ આરંભ સમારભાદિ પ્રવૃત્તિથી હિંસા થતી જાણી તે વસ્તુને મહિનામાં પાંચ દશ દિવસ ત્યાગ કરવાને વિચાર કર, પણ વસ્તુ ત્યાગનું સ્વરૂપ સમજ્યા વિના ત્યાગ કરવાથી એક વસ્તુને ત્યાગ કરતાં પાંચ સાત વસ્તુઓની ઉપાધિ સેવે છે, તે મંદબુદ્ધિ જીવને ખબર નથી કે જે દિવસે લીલેતારીને શાકને ત્યાગ કરે હોય તે દિવસે બે ચાર જાતનાં અથાણું દુધ દહીં મુરબ્બો વિગેરે પાંચ સાત વસ્તુઓ વધારે ખાવામાં લે તે ખરે ત્યાગ થયો કહેવાય નહિ. વૃત્તિના સ્વરૂપને સમજ્યા વિના તથા વૃત્તિને ત્યાગ કર્યા વિના માત્ર એકલી વસ્તુને ત્યાગ કરવાથી કલ્યાણ નથી, પણ વસ્તુના ત્યાગની સાથે વૃત્તિને ત્યાગ થાય તે જ કલ્યાણ છે. મહાન તત્ત્વજ્ઞાની શ્રીમદ્ રાજચંદ્રજી લખે છે કે
લહ્યું સ્વરૂપ ન વૃત્તિનું, રહ્યું વ્રત અભિમાન;
લહે નહિ પરમાર્થને, લેવા લૌકિક માન. ” વૃત્તિ શું વસ્તુ છે ? તે ક્યાંથી ઉત્પન્ન થાય છે? તેને ક્ષય, ક્ષયે પશમ તથા ઉપશમ કેમ થાય? તેનું યથાર્થ સ્વરૂપ પરમ જ્ઞાનીના સમાગમે જાણ્યા વિના વ્રત કરવાથી પરમાર્થમાર્ગની પ્રાપ્તિ થતી નથી, પણ લૌકિક માન તથા પૌગલિક સુખથી સંસારની વૃદ્ધિ થાય છે. જેથી લીલોતરીને ત્યાગ વૃત્તિના ત્યાગ અર્થે કરતો નથી, તેમજ હિંસાને ત્યાગ પણ નથી; કારણ કે આઠમના દિવસે શેર લીલેતારીને ત્યાગ કરી પાંચમના દિવસે પાંચ દશ શેર લીલેરી લાવી તેને સુકવી આઠમના દિવસે તેનું શાક થાય. અમુક તિથિએ લીલોતરી ન ખવાય