________________
રિક ત્યાં કાષ્ટની ચિંતા ઉપર પુત્રના શબને મૂળ અગ્નિદાહ આપવાની તૈયારીમાં હતી, એવામાં પોતાના રિવાજ મુજબ ચંડાલ સેવક હરિશ્ચંદ્ર ત્યાં આવ્યો. ઘણા વર્ષને પતિ પત્નીનો વિગ હોવાથી તથા અનેક ત્રાસદાયક દુઃખોથી શરીર ક્ષીણું અને નિસ્તેજ થઈ ગયું હતું. શરીરાકારના પરિવર્તનથી પતિ પની એક બીજાને ઓળખી શક્યા નહિ. રાજાએ શમશાન ભૂમિનો કર આપવા કહ્યું, એટલે મહાસતીએ જણાવ્યું કે – “મહાનુભાવ ! હું તદન નિરાશ્રિતનિધન, પતિવિગિની અબળા છું. ઉદરપોષણનું સાધન પણ મને મહાકષ્ટ મળે છે. અરે ! આ એકના એક દીવ્ય પુત્રને અગ્નિદાહ માટે જોઇતાં કાણ તથા શબ ઉપર ઓઢાડવાને વસ્ત્રનું સાધન પણ મારી પાસે ન હતું, તે પણ કોઈ ઉદાર ગૃહસ્થની દયા લાગણીથી મળ્યું છે, તે શમશાન માટે કરના પૈસા આપવાની મારી શક્તિ ક્યાંથી? માટે મારા જેવી ગરીબ અબળા ઉપર દયા લાવી કરના પૈસાને કદાગ્રહ છોડી ક્ષમા કર. એ પ્રમાણે તે પવિત્ર સતી અબળાનાં વચનો સાંભળી હરિશ્ચંદ્રનું મન દ્રવિત થયું, પરંતુ શું કરે ? પિતે નેકરીના બંધનથી બંધાએલ હતો, તેથી માલીક્લી રજા વિના તે કર માફ કરી શકે તેમ ન હતું, તેથી તે કવિતા મને બે કે –“દુઃખી અબળા ! તારી વાત સાંભળતાં મારું હૃદય વિજ પ્રહારવત ચીરાઈ જાય છે, પણ હું મારા માલીકની નોકરીના કર્તવ્યથી બંધાએલ છું, તેથી તેની રજા વિના તાર કર માફ કરવાને હું શકિતમાન નથી. નિરૂપાયતાથી લાચાર છું. દુખીની દયા કરવી એ ઉતમ મનુષ્યનું કર્તવ્ય છે, પણ એક કર્તવ્ય (ધર્મ ) નું પાલન કરવા જતાં અન્ય કર્તવ્યને વિઘાત કરે એ પણ ઉત્તમ મનુષ્યને અનુચિત્ત છે. તારી દયાની ખાતર મારા માલીકની નોકરીને પાણી પહોંચાડી તેને વિશ્વાસ ઘાત કરવો એ પણ મહાન દોષ છે. માટે ગમે તે રીતે કરના પરતા તો તારે આપવા જ પડશે. આ સાંભળતાં દુઃખિત થયેલ સતીએ કહ્યું કેમાનવ ! દયા કર, દયા કર. મારી પાસે એક ફૂટી બદામ પણ નથી, તે તેટલા પઇસા કયાંથી મળે ? તેમજ તેટલા પઇસા મળી શકે તેવું મારી પાસે કોઈ વસ્ત્ર કે આભૂષણ પણ નથી, જેથી મને ક્ષમા કર. દયા લાવી આ આપત્તિથી મારે બચાવ કર. અરેરે ! એક તો કુદરતના કોપથી હું દુખી છું. એકના એક પુત્રના મરણથી આપત્તિમાં આવી પડી છું ત્યાં મહાનુભાવ ! તું વળી આ પઇસીની પીડા ઉભી કરી રયા પર ડામ આપે છે. પડતાને પાટુ અને લતપર ક્ષારક્ષેપવાની માફક તું ત્રાસ આપવા કાં તૈયાર થયો છે ? ગરીબ નિરાધાર અબળાપર યા લાવી માફ કર. આ યા વચન સાંભળતાં હરિકે કવિતે હદયે કહ્યું કે--- કુલીન કાંતા ! તારી આકૃતિ અને વચને ઉપરથી તું કોઈ