________________
રહદે
વૃત્તિઓથી સમાજની ઉન્નતિ થવાને બદલે અવનતિ થાય છે. આ લેખમાં જે કારણે બધાં બતાવ્યા છે, તે “હિંસા પરમો એ સિદ્ધાંતને પ્રતિપાળ કરનારા નથી, પણ તે સિદ્ધાંતથી વિરૂદ્ધ છે. તે વિરૂદ્ધતા કયા ક્યા કારણથી થાય છે તે વાચક વર્ગને સુગમતાથી સમજાય, જેથી આ લેખને વિસ્તારથી લખવાની આવશ્યકતા જણાઈ છે.
ઓ શાંતિઃ ! શાંતિઃ!! શાંતિઃ !!!
સત્ય તત્વનું માહાભ્ય.
સત્ય એ મનુષ્યનું પરમ જીવન છે. મહાલયનું ટકાણ અને મજબુતાઈ - પાયાના આધારે રહેલી છે, તેમ આત્મજીવનની સિદ્ધિની સફળતા સત્યના આધારે રહેલી છે. માટે આત્માથી જીવાત્માએ સત્યનું સતતપણે અવલંબન કરવું જોઈએ. કસોટીએ ચડેલું સુવર્ણ કીંમતમાં આવી શકે છે. અને અગ્નિમાં તપ્ત થઈ હથોડાના પ્રહારને આધિન થયેલ સુવર્ણ મનુષ્યના મસ્તકારૂઢ થાય છે, તેજ પ્રમાણે સત્ય તત્વનું અવલંબન કરતાં મરણત કષ્ટની ઉપાધી આવી પડતાં પણ નિડરપણે નિષ્કામભાવે તથા સ્થિર પરિણામે સત્યને અવલંબી રહેતાં છેવટે અનેક કષ્ટજન્ય ઉપાધિઓ નષ્ટતાને પામી મનુષ્યાત્મા પરમ સિદ્ધિ અને પરમ કલ્યાણને મેળવી શકે છે. મહર્ષિ વિશ્વામિત્રની ક્રોધ જ્વાલારૂપ કસોટીએ ચડેલા સપાસક હરિશ્ચંદ્ર રાજા અનેક દુઃખરૂપ વાદળથી આવરણિત થયા છતાં આ- બળની દઢતારા પ્રબળ વાયુથી કષ્ટાવરણને નષ્ટ કરી સત્ય સૂર્યના સંપૂર્ણ પ્રકાશને પૃથ્વીતટપર પ્રસરાવી સત્યનું માહાસ્ય બતાવી આપ્યું છે. મહાત્મા હરિશ્ચંદ્ર રાજાએ સત્ય વ્રતને પ્રાણુત આપત્તિના સમયે પણ ચલિત થવા દીધું નથી. પ્રારબ્ધ પ્રકૃતિના દોષથી જ્યારે તે ચંડાળને ઘરે કરી રહ્યા, ત્યારે તેમને શમશાન ભૂમિમાં ચંડાલની નોકરી બજાવવી પડતી હતી. ત્યાં જે. કે મુડદુ બાળવા આવે તેની પાસેથી બદાહને કર લેતો હોય છે
એક પ્રસંગે દૈવિક કાપથી મહાત્મા હરિશ્ચંદ્રરાજાની ધર્મપત્ની મહાસતી તારામતી કે જે નીચે મનુષ્યને ઘેર પાણી ભરવા રહી હતી. તે પવિત્ર સતીના એકના એક પુત્રને સાપે ડંખ માર્યો. તેના ઝેરથી મૂર્શિત થઈ ગયા. તાના જીવંત પુત્રને મૃત સમજીને તેને અગ્નિદાહ આપવા શમશાન ભૂમિમાં આવી. ..,