________________
૨૦૧
;
જૈન દેવની મૂર્તિમાં ચમત્કાર કે અચમત્કાર હોય જ નહિ. માક્ષ માર્ગના સાધનભૂત જૈનદેવથી સાંસારિક દૈહિક સુખ મળે જ નહિ, પણ સાંસારિક સુખ તથા દુઃખના નાશ થઈ પરમા માનીજ પ્રાપ્તિ થાય છે; છતાં કેટલાક સ’પ્રદાય માહથી અંધ થયેલ બુદ્ધિહીન ધર્માંધ ભકતા મલ્લીનાથ કેશરીયાજી વિગેરેની યાત્રાની બાધા રાખે છે. અર્થાત્ છે.કરા આવે વા સારા ચાય અથવા વેપારમાં હજાર રૂા. ની કમાણી થાય તેા પાંચ પચીશ કે ત્રીશં રૂા. ની પૂજા વા કેસર ચડાવે, એટલે મલ્લિનાથ વા ક્રેસરીયાજી ભગવાન તા આ ધર્માંધ ભક્તા કરતાં પણુ કમ અક્ક્સવાળા હશે કે પાંચ પચીશ રૂા. ની પૂજા કે કેસરની ખાતર આવા માહાંધ લતાને હજાર રૂા. કમાવી આપી પોતે નવસાંચોતેર શ. 'ની ખાર ખાય. જૈન શાસ્ત્રકાર તા સ્પષ્ટ કહે છે કે—દેવ, ગુરૂ તથા ધર્મની પાસે એક પરમાણુથી માંડી ચૌદ રાજલાકમાંના યત્કિંચિત્ પણ પૌદ્ગલિક સુખની ઇચ્છા કરવી તે લેાકાત્તર મિથ્યાત્વ છે અને લૌકિક મિથ્યાત્વ કરતાં લેસર મિથ્યાત્વથી આત્માની વિશેષ અધાતિ થાય છે. માટે જ સત્ય અને નીતિથી ચાલનાર, નિષ્કામપણે દાન પૂજા વિગેરે ધર્મ ક્રિયા કરનાર માક્ષ માર્ગના અધિકારી બને છે. પણ લોકાને દેખાડવા વા પોતાની મહત્તા બતાવવા ધમ કરનાર સન્માર્ગના અધિકારી બની શકતા નથી. છળ પ્રપ’ચ અનીતિ અસત્ય 'વિગેરેના પાપથી લાખા રૂા. કમાવી હજારાનું દાન કરવું વા હજારા રૂા. ધર્મના નામે ખ રચવા તેને જૈનશાસ્ત્રા પુન્ય વા ધર્મ કહેતા જ નથી. જાણી જોઇને વિદ્યામાં પગ ખાળતા જાય અને પાણીથી ધોઇ પાળે સાફ કરતા જાય તેને કાઇ ડાહ્યો કહેશે ? નહિજ, તેજ રીતે પાપ કરી ધર્મ કરવા તેનું નામ ધર્મ નથી, પણ અસત્ય અનીતિથી મુક્ત થવું તેનું નામ ધર્મ છે. અર્થાત્ પાપ કરી પુન્ય કરવું તેનુ નામ ધર્મ નથી, પણ પાપ નજ કરવુ વા દિવસે દિવસે ક્ષણે ક્ષણે પાપ એછુ' કરી નાખવુ` તેનું નામ ધર્મ છે અને તેવા ધર્મ સત્ય તથા નીતિના માર્ગે નિષ્કામપણે ચાલવાથી મળે છે. આ કારણથી સત્ય નીતિ યા પરોપકાર તથા નિષ્કામતા વિગેરે જેનામાં ગુણા હાય તેજ ‘ અહિંસા પરમેા ધર્મઃ ' એ સિદ્ઘાંતના અનુયાયી કહી શકાય.
જે ધર્મ શાસ્ત્રો સર્વ જીવા પ્રત્યે મૈત્રી ભાવના કરવાના સધ આપે છે, ત્રસ તથા સ્થાવર જીવાને ન દુભાવવાના સાધ આપે છે, તેધર્મશાસ્ત્રને માનનારા ગચ્છ મતની બાહ્ય પ્રવૃત્તિની ભિન્નતાથી ધમની ભિન્નતા માની, તપ ગુચ્છ, ખરતર ગચ્છ, અચળ ગચ્છ, પાયચંદ્ર ગચ્છવિગેરે ગચ્છ મતના ઉપાસા સામાન્ય ભિન્નતાથીજ પોતે આનાસ ંપન્ન છે અને ખીજા આજ્ઞા વિરૂદ્ધ વર્તે છે.