________________
શાલિભદ્રને જન્મ પામી ઋદ્ધિસંપન્ન થયા અને સવાર્થસિદ્ધ વિમાનમાં સુખ . ભોગવી એક ભવમાં મેક્ષે જશે.
* અરિમર્દન નામના રાજાએ એક સાધુ મહારાજને એકજ વસ્ત્ર વહેરાવવાથી તેજ ભવે અનત કર્યાવરણને લય કરી આવ્યાબાધ એવા - પરમપદને પામ્યા. શાસ્ત્રમાં પણ ચિત્ત (નિમેળ ભાવ) વિર ( ન્યાય સંપન્ન) પાત્ર (સગુરૂ) એ ત્રણેના સમન્વય એગથીજ સિદ્ધિ થવાનું જણાવ્યું છે.
" શંખરાજા અને તેની રાણી મુનિને માત્ર દ્રાક્ષજળના દાનથી નવમે ભવે નેમનાથ તીર્થકર અને રામતીને જન્મ પામી મોક્ષે ગયા.
બલભક મુનિને લુખો આહાર આપનાર સુતાર એકાવતારી થઈ મોક્ષે જશે.
- આ ઉપરથી આપણને વિચારવાનું છે કે એજ મહાત્માને માત્ર એકજ વખત આહાર, પાણી, વસ્ત્રાદિ સામાન્ય વસ્તુના દાનથી એક બે વા ત્રણ કે તેજ ભવે મોક્ષપદને પામ્યા તથા પામવાના હજારો દષ્ટાંત શાસ્ત્રમાં મોજુદ છે. જ્યારે અત્યારે આપણે સેંકડે મુનિઓને હજારે વખત ઉંચા ઉંચા સ્વાદિષ્ટ ખોરાક, વસ્તી, પાત્ર, વસ્ત્ર વિગેરે હજારોના કીમતી દાન આપ્યા છે અને આપીએ છીએ, છતાં માગ્યા ઘરની ફીર આપનાર વા શેર પાણી આપનાર જેટલી અંતર નિર્મળતા વા આત્મસિદ્ધિ થઈ વા થતી જણાય છે કે નહિ ? અરે! તેના જેટલી નિર્મળતા કે શ્રેયતા થવી તો દુર રહી, પરંતુ તેનાથી અલ્પાશે પણ નિર્મળતા જણાય છે કે નહિ ? જો તેમ ન જણાતું હોય તો શું સમજવું ? તે ધીરા ભકતની કહેવત પ્રમાણે–
કાંતો ગુરૂ બાવળીઓ મળી, કાંતિ છવ તું પાપી; ધર્મ પ્રયાસ અનંતા કરતાં, કર્મ જાળ નવી કાપીરે.”
આ પ્રમાણે કાંતિ ગોપબાળકની ક્ષીર લેનાર નિષ્કામી પોપકારી સંત નહિ વા. કાંતિ ગોપાલક જેટલી ચિત્તની પ્રસન્નતા ઉત્કર્ષતા નિર્મળતા નથી, નહિ તે સેંકડે સાધુઓને હજારનું દાન કરનાર, હજારે કે લાખો રૂા. દેવને તથા દેરાસરેને માટે ખર્ચનાર તથા હજારે રૂા. ધર્મ માગે ખરચનારના આત્માની ઉત્કૃષ્ટતા, નિર્મળતા થયા વિના રહેજ કેમ? અહીં કદાચ કઈ બચાવ કરશે કે અમે આપેલ દાનની હમણાં શું ખબર પડે ? એ તે આવતા વા પછીના કેઈ ભવમાં તેનું ફળ જણાશે.” તે ઉત્તરમાં જણાવીશ કે ફળની ઈચ્છા કરનારને દાનથી પરમાર્થ માર્ગ મળતો નથી, પણ સંસા