________________
૨૦
બૌદ્ધ, સાંખ્ય, વેદાંત વિગેરે જે જે દર્શન વાળા આત્મભાવને છોડી દઈ માત્ર સંપ્રદાયિક પ્રવૃત્તિમાંજ ધર્મની મહત્તા માની પોત પોતાના સંપ્રદાયને પિોષવા એક બીજામાં ખંડન મંડન વિગેરે વિક્ષેપની પ્રવૃતિઓ ચલાવે છે, તે દરેક મત વાલાએ સત્ય તત્ત્વના પ્રકાશથી દેશની ઉન્નતિ ન કરતાં માયામમતા તથા મતાગ્રહના બંધનોથી બંધાયેલા દરેક સંપ્રદાયોના ધર્મગુરૂઓથી સમાજ તથા દેશની અધોગતિ થઈ છે, કારણકે આત્મભાવ ત્યાંજ ધર્મ અને ત્યાંજ ઉન્નતિ છે, પણ જ્યાં જ્યાં વાડા વધારવા માટે પોતાના સંપ્રદાયની વૃદ્ધિ કરવા મતાગ્રહભાવ વા સંપ્રદાયભાવ છે, ત્યાં તે અધર્મ અને અવનતિ થાય છે, એ પ્રત્યક્ષ દેખાય છે. જૈન ધર્મશાસ્ત્રના “હિંસા પરમોધર્મ એ સૂત્ર
જેવા પરમાર્થ ધામને પ્રકાશ બીજા ધર્મશાસ્ત્રોમાં સંપૂર્ણતાએ નથી, એ તે નિ:સંદેહ છે, પણ તેની સાથે હાલની જેન પ્રજામાં કઈક વિરલ પવિત્રાત્માઓના અપવાદ સિવાય ઘણે અંશે તે હાલની કહેવાતી જેન પ્રજામાં તે સૂત્ર પ્રાયઃ લુપ્તતાને પામ્યું હોય, એમ જણાય છે. જેથી જે ધર્મશાસ્ત્રમાં હિંસા મોઘઃ એવા પવિત્ર સૂત્રનું ગુંથન છે, તે ધર્મશાસ્ત્રને માનનારી પ્રજામાં આર્થિક, શારીરિક, માનસિક તથા પારમાર્થિક ઉન્નતિ, વિદ્યા જ્ઞાનની વૃદ્ધિ, ઉત્સાહ તથા આત્મબળની ઉત્કૃષ્ટતા, પ્રેમ, સરલતા તથા ઐક્યતાની વિશેષતા દરેક સમાજ કરતાં અસંખ્ય દરજે સર્વોત્કૃષ્ટ હેવી જોઈએ, છતાં અફસોસ! લખતાં ખેદ અને દિલગીરી ઉપજે છે કે તેવા ગુણો જૈન સમાજમાં તે ભાગ્યેજ હશે, પણ જેન સમાજના કહેવાતા ધર્મગુરૂઓમાં પણ ભાગ્યેજ હશે, એમ નિર્ભયપણે પ્રતિપાદન કરું છું.
જે કામ કરતાં પારસીકમ ઘણીજ નાની છે; છતાં તેના જેટલી પણ જૈન કામમાં વિદ્યા કેળવણીની વૃદ્ધિ નથી. ધોબી તથા હજામ જેવી હલકી જાતના જેટલી પણ જૈન સમાજના વા તેના ધર્મગુરૂઓમાં પ્રીતિ તથા ઐક્યતા નથી. હું ભૂલત ન હોઉં તો પાંચ સાત વર્ષ પહેલાં એકજ ગુરૂના બે શિષ્યો કે જે બંને આચાર્યના ઈલકાબથી અલંકૃત (લજાવનારા ) થયેલા છે, તેમણે એક બીજામાં કાંઈક કારણોને લઈ ખટપટ જાગવાથી છાપાઓમાં જાહેર ટીકા કરતાં એક આચાર્યે પોતાનાજ ગુરૂભાઈ બીજા આચાર્યને એક શ્રાવકની ખુશામત કરનાર તથા માલ મલીદા ખાનાર પાડે બનાવ્યો હતો, જ્યારે બીજાએ કાશીને ગધેડો બનાવ્યો હતો, કહે, આવા અધમ જીવન ગાળનાર આચાર્યો જે સમાજમાં નેતા તરીકે, મહાત્મા તરીકે પૂજાતા હોય, તે સમાજની સર્વ પ્રકારે અધોગતિ થાય તેમાં આશ્ચર્ય શું છે વિક્ષેપ, કષાય, મિયાત્વ,