________________
tr
અહિંસા પરમાધમ :
अहिंसा परमं पदं । हिंसा परमं तपः ॥
१ ॥ હિસ્થને કૃતિ હિંસા, ન હિંસા અહિંસા—હિંસ્યતે એટલે કાઇપણ જીવાત્માના મન વચન કાયાના ત્રણ યાગમાંથી કાઇપણ યાગને અણુમાત્ર પશુ દુભાવવું અર્થાત્ દુઃખ આપવું તેનું નામ હિંસા અને તેવા દુઃખ આપવાના કૃત્યથી મુક્ત થવું તેનું નામ અહિંસા. અહિંસા એજ ઉત્કૃષ્ટ ધર્મો છે, પરમપદ છે, પરમજ્ઞાન છે અને અહિંસા એજ પરમ તપ છે.
अहिंसा परमोधर्मः अहिंसा परमं ज्ञानं
અહિંસા એ વાક્યના સંબંધમાં અનેક વિદ્વાનાના વિવિધ વિચારા જગતમાં ફેલાયા છે. જૈનધર્મનું તે મુખ્ય સૂત્ર છે, જેમાં અતિગૂઢ રહસ્ય સમાયેલુ છે, તેવા સૂત્રના સામાન્ય રીતે અર્થ કરવાથી તથા સંપ્રદાય ભાવે તે સૂત્રને પ્રચાર થવાથી સમાજની કેટલી અધોગતિ થાય છે. તે આધુનિક વતી અને કહેાતી જૈનસમાજની સ્થિતિ જોવાથી સુગમતાથી સમજાય તેમ છે. મહાન સમ દેશભક્ત લાલાલજપતરાયે એક વખતે અહિંસા પરમેા ધર્મ : ' એ સૂત્ર ઉપર લેખમાં જણાવ્યું હતું કે — ઝૈન ધર્મના આ સૂત્રથી ભારત દેશમાં ક્ષાત્રતેજના ઘણે ભાગે લય થઇ નિર્મૂલતા આવી ગઇ છે.’ જૈન શાસ્ત્રોનું સુક્ષ્મતાથી નિરીક્ષણ કરી જૈનધર્મના ‘· અહિંસા પરમો ધર્મઃ '— એ સુત્રના રહસ્યને દીધ વિચાર પૂર્વક વિચારવામાં ઘેાડાક સમયના અવકાશ નરરત્ન લાલા લજપતરાએ લીધેા હાત તા પવિત્ર જૈનધર્મના જૈન શાસ્ત્ર ઉપર ઉપરોક્ત વચનથી અન્યાય આપ્યા છે, તે પવિત્ર ધર્મ પ્રત્યે અન્યાય આપવાની મહાન ભૂલથી મુક્ત થાત. અને જૈનધર્મ માટે જે વિચારા દર્શાવ્યા છે, તે અસત્ય છે, એમ માનવાનેા વખત આવત. અલખત, લાલા લજપતરાયે લેખમાં જે વચને લખ્યાં છે, તેજ પ્રમાણે બન્યુ છે અને હજી પણ બનતું જાય છે, એ પ્રત્યક્ષ દેખાય છે; પણ ભારતમાં ક્ષાત્રતેજની ક્ષીણુતા અને નિળતાની વૃદ્ધિ થવાનું કારણ જૈન ધર્મ વા જૈન સૂત્રો નથી, પણ જૈનધર્મના અદ્ભૂત રહસ્યને નહિ જાણનાર હાલની જૈન નામથી ઓળખાતી જૈન કામ છે, એમ તેા હુ' પણ અનેક કારણાને લઇ નિડરતાથી જણાવું છું. આ ઉપરથી એમ સમજવાનું નથી કે ખીજા સમાજોથી ક્ષાત્રતેજ ની વૃદ્ધિ થાય છે અને માત્ર જૈન સમાજથી ક્ષાત્રતેજના નાશ થયા છે. જ્યાં દર્શન એટલે આત્મસ્વભાવની દશા વિના સ ંપ્રદાયભાવે દર્શનની માન્યતા છે, ત્યાં