________________
છે. કે- “હે ભગવન! મારે પતિ સર્વથા નિર્દોષ છે, એમ મને પૂર્ણ પ્રતીતિ છે, ચંદ્ર સૂર્યનો નાશ થાય, બ્રહ્માંડને લય થાય, સૂર્ય પશ્રિમમાં ઉગે, કમળ કદાપિ પત્થર ઉપર ઉગે, તથાપિ પવિત્ર મૂર્તિ માટે પતિ સ્વમાંતરે પણ અસત્રવૃત્તિ તથા અસત્કલ્પના કરે તેમ છેજ નહિ-એમ મને પૂર્ણ ખાત્રી છે. હે દયાસિંધુ ! જન્મથી આજ પર્યત મારા મન વચન અને કાયાના ત્રણે રોગની સંપૂર્ણ શુદ્ધિથી મેં શીયળ સાચવ્યું હોય અને ધર્મ ધુરંધર મારે પ્રાણ વલ્લભ પતિ સર્વથા નિર્દોષ હેય, તે મારા શીયલના તથા મારા પતિના શીયલ અને નિર્દોષ જીવનના પ્રભાવથી આજ ક્ષણે મારા શિરછત્ર સ્વામી પર આવેલ આપત્તિ તથા અપવાદને લય થાઓ.’
એ પ્રમાણે સતીની ઉમ્ર ભાવનાથી યાતે સુદર્શન મહાત્માના નિર્મળ ચારિત્રના પ્રભાવથી તક્ષણે તેમજ બન્યું. અર્થાત રાજસુભટે જે વખતે શેઠને બાંધીને નગરમાં ફેરવતાં લઈ જતા હતા, તે વખતે સુદર્શનની નિર્દોષતા માટે નગરજનોને સંપૂર્ણ ખાત્રી હતી, તેથી હજારે લેકે બંધન યુક્ત સુદર્શનને જોઈ છાતી ફાટ રૂદન કરતા હતા. સુદર્શન નિર્ભયપણે જરા પણ સંકોચ વિના નગરના નેહી જનોને સબોધથી સાંત્વન આપતા હતા. રાજસેવકે તેને નગર બહાર શૂળીના સ્થાને લઈ ગયા. તે વખતે પિતાને અંતિમ સમય આવ્યો જાણી કૃપાળુ પરમાત્માનું શુદ્ધ મનથી ઉત્કૃષ્ટ ભાવે ધ્યાન ધરી, સવે નગરજનોની સાથે ક્ષમાપના કરી, પિતાને મરણ પથારીપર લાવનાર પાપી રાણી તથા રાજા પ્રત્યે પણ હિત ભાવના લાવી ઈષ્ટદેવ સૂચક નમસ્કાર મંત્રનું ધ્યાન કરતા મહેલ ઉપર ચડે, તેમ શેઠ હસતો અને આનંદ પામતે સળી ઉપર ચડી ગયો. પેલા ચંડાળો તેને શળી ઉપર ચડાવી જેવા નીચે ઉતર્યા તે જ ક્ષણે સુદર્શનની પવિત્ર સતી સ્ત્રીના ધ્યાનના પ્રભાવથી વા સુદર્શનના વિશુદ્ધ ચારિત્રના પ્રભાવથી શણી મટીને હીરામાણેક જડિત સિંહસન થઈ ગયું. અસંખ્ય દેવતાઓ શેઠ ઉપર વિવિધ પુષ્પની વૃષ્ટિ કરવા લાગ્યા, વાજીબના દીવ્ય નાદથી આકાશને ધ્વનિમય કરતા, છત્ર તથા ચામર ધારણ કરી જ્ય જ્યારવ બેલતા દેવતાઓ તેની સેવા તથા નાટક કરવા લાગ્યા. આ અદ્દભૂત દેખાવ જોઈ પાસેના લકે તે ચકિત થઈ ગયા. એ દિવ્ય દેખાવની નગરમાં ખબર પડતાં હજારે માણસો ત્યાં આવ્યા અને ધર્મમૂર્તિ શેઠને નમન કરતા ઉભા રહ્યા. શેઠની સ્ત્રીને આ ખબર મળતાં તે તરતજ ધ્યાનમુક્ત થઈ ભગવંતને પરમ ભક્તિથી પુનઃ પુનઃ નમસ્કાર કરી ઉલ્લાસ પામતી પતિદેવના દર્શન કરવા સિંહાસન પાસે આવી, પતિના ચરણમાં શિર