________________
નહિ તે આજે શી ભયંકરસ્થિતિ થાત, તેને વિચાર કરતાં મારું હૃદય કપી ઉઠે છે. આ પ્રમાણે રાણીની હકીક્ત સાંભળી ક્ષણભર તો રાજ પણ સ્થિર બને ની ગયે. કારણ કે સુદર્શનના પવિત્ર જીવનની રાજાને અનેક કારણોથી અનેક વાર પ્રતીતિ થઈ હતી. “સુદર્શન જે મહાન ધર્મિષ્ઠ શેઠ સ્વનાંતરે પણ આ વું કૃત્ય ન કરે એમ રાજાને પૂર્ણ ખાત્રી હતી, છતાં રાણીની વાક્યજાળમાં રાજા ફસાઈ ગયે. રાજાને રાણી ઉપર પણ તેના નિર્દોષપણાની પૂર્ણ પ્રતીતિ હતી. સુદર્શન તરફ કોઈ જાતના ઠેશને લઈને વા પિતાના દુષ્કૃત્યને બચાવ કરવા માટે રાણ આ પ્રપંચ ઉઠાવે એમ રાજને માનવાનું જરા પણ કારણ ન હતું. તેથી પાપી રાણીની વાક્ય રચનાથી અને પાંચ દશ દાસ દાસીઓના પુરાવાથી (રાણીએ કાઈને બીક બતાવી અને કોઈને લાલચ આપી દાસ દાસીઓને આગળથી જ સુદર્શન વિરૂધ્ધ સાક્ષી આપવા ભણવી રાખી હતી.) રાજાને રાણીની વાત સાચી જણાઈ, તથાપિ સુદર્શનને પુછયા વિના તથા પુરતી તપાસ કર્યા વિના તેને દેષિત ઠરાવવાને ચુકાદે આપવગર વિચારે જજમેન્ટ આપવું તે ન્યાય સંપન્ન રાજાને ઉચિત નથી' એમ ધારી ક્રોધથી ધમધમી રહેલા રાજાએ સુદર્શન પાસે આવીને કહ્યું કે– શેઠજી આ શું કર્યું છે. રાણીએ તમારે માટે જે અપવાદ મુકયે છે, તેને બચાવ કરવા માટે તમારી પાસે કોઈ પુરાવો છે? હું તપાસ કર્યા વિના કેઈને સજા કરી અન્યાયપણાને અપવાદ લેવા ઈચ્છતો નથી. માટે તમારા બચાવમાં કાંઈ બોલવાનું હોય તે કહે. શેઠ ! આતે ચીભડામાંથી વરાળ ઉત્પન્ન થવાનું આશ્ચર્ય તે આજેજ જોયું. નગરમાં અગ્રેસર અને પ્રતિખિત ગૃહસ્થ થઈ, પરમ જ્ઞાની મહાવીરને ભક્ત બની ધર્મિષ્ઠ પશુનો દાવો કરનાર પાપી શેઠ ! તારું આ કૃત્ય ? તને અન્ય કોઈ સ્ત્રી ન મળી કે માતૃ સમાન ગણાતી રાજ્યદેવી ઉપર કુદૃષ્ટિ કરી ? રાજાને તે તને ભય ન ભાસ્યો, પણ પરમાત્માના ભયથી પણ ડર્યો નહિ ? ધર્મઢેગી ! તારું કૃત્ય જોઈ તને રીબાવી રીબાવીને મારી નાખવો જોઈએ. બેલ, તારે કાંઈ બલવું હોય તે બેલ. પાપાત્મન ! દુષ્કૃત્ય કરતી વખતે જરાપણ ભય કે લજજા ન આવી અને હવે નીચું મહેડું કરી શું જુએ છે? તારે કહેવાનું હોય તે સત્વર કહી દે.” રાજાના વારંવાર પૂછવાથી પણ શેઠે કાંઈ જવાબ ન દીધે. કારણકે શેઠ જાણતો હતો કે પાપણી રાણીએ પ્રપંચ કરી રાજાને ભમાવ્યા છે, તે વખતે મારી પાસે કોઈ સાક્ષી ન હતો, રાણીએ દાસ દાસીઓને ૫ણું ખાટી સાક્ષી ભરવા ઉશ્કેર્યા છે, જેથી મારી વાત કઈ માનશે નહિ, પિતાની વાત મારી જાય વા કેાઈ માને નહિ તેવી હોય ત્યારે તે વાત પ્રગટ કરી લેના હાસ્યપાત્ર થવા કરતાં મૌન રહેવામાંજ સાર છે. રાજા ક્રિોધાયમાન થઈ ગમે તેવી સખ્ત શિક્ષા કરે, તે