________________
એ વિગેરે બાર વત, દયાસંપન્ન, ક્ષમા સંપન્ન, ધીર, વીર, સૌમ્ય દષ્ટિવાન, સત્કમ, સદાચારણી, ગુણાનુરાગી, દોષિતની પણ કરૂણ કરનાર, મન વચન કાયાના ત્રણે ગની શુદ્ધિ તથા સ્થિરતાથી નિષ્કામપણે ધર્મક્રિયા કરનાર, દીર્ધદર્શી, નીતિસંપન્ન, સત્યસંપન્ન, વિનય વિગેરે એકવીશ મહાન ઉત્તમ ગુણે હેય તે શ્રાવક કહેવાય છે.
ચોથું ગુણ સ્થાનક-જેને સમ્યગ્દષ્ટિ અવિરતિ ગુણસ્થાનક કહે છે. જેમાં પાંચમા તથા છઠ્ઠામાં જણાવ્યા પ્રમાણે બાહ્યાંતરથી ત્યાગીદશા તથા વ્રતદશા હેતી નથી, પણ આત્મજ્ઞાનની પ્રાપ્તિ થાય છે, અર્થાત દેહાધ્યાસ બુદ્ધિ ટળી, સંસારની વાસનાઓની મંદતા થઈ પિતાના આત્મસ્વરૂપને ઓળખે છે. જે સમક્તિના (૧) શમ એટલે અપરાધીના પ્રત્યે પણ અશુભ ન ચિંતવવું, દયા લાવવી, ક્રોધાદિક કષાયોનું સમાઈ જવું અર્થાત કષાય વિષયાદિ દોષની મંદતા થવી.
(૨) સવેગ એટલે મેક્ષ શિવાય બીજા સમગ્ર પદાર્થોની ઇચ્છા ગૌણ થઈ જવી.
(૩) નિવેદ એટલે સંસારથી ઉદાસીન થઈ પરમાર્થ માર્ગ પ્રત્યેની જ ગવેષણ કરવી.
(૪) અનુકપા એટલે જગતના સર્વ જીવો પ્રત્યે મિત્રભાવ, અવૈરબુદ્ધિ વા આત્મદષ્ટિએ જેવું.
(૫) શ્રદ્ધા એટલે તન, ધન, સ્ત્રી, કુટુંબ વિગેરે માયિક પદાર્થો કરતાં પરમજ્ઞાની મહાત્મા ઉપર તથા સન્માર્ગ ઉપર પ્રીતિ અને જ્ઞાનીની આજ્ઞા પ્રમાણે જ આચરણઆ પાંચ ભૂષણ કહ્યાં છે. દેહાધ્યાસ બુદ્ધિ અને દેહાદિની મૂચ્છને ત્યાગ કરી આત્માનો સાક્ષાત અનુભવ થાય તથા સર્વ આત્માઓ પ્રત્યે આત્મભાવના જાગે તેને સમકિત કહે છે, જ્યારે અપરાધ કરનાર ઉપર પણ ઠેષ લાવ નહિ, પરંતુ દયા ચિંતવવી–તે સમકિતની દશા કહી, ત્યારે નિરપરાધી એવા પણ અનેક જીવોને ઘાત કરનાર આત્મા અહિંસા પરમધર્મઃ” એ સૂત્રને માનનાર કહી શકાય જ કેમ?
પ્રશ્ન–મહાન દેશભક્ત લાલા લજપતરાયના લેખ પ્રમાણે તે આ સૂત્રોથી દેશમાં ક્ષાત્રત જનો નાશ થાય-એ વાત સિદ્ધ કરે છે, કારણકે અપરા ધીના પ્રત્યે પણ અશુભ ચિંતવવું નહિ, ત્યારે આપણી બહેન દીકરી ઉપર કોઈ અત્યાચાર કરવા આવે ત્યારે શું કરવું? શું તેની દયા લાવીને તે અત્યાચાર