________________
ચૌદ રાજલોકના ત્રસ તથા સ્થાવર જીવોની સાથે મન, વચન અને કામાનાત્રિધાગથી ક્ષમા યાચી મૈત્રીભાવની પ્રતિજ્ઞા લેનાર જ્યારે એકજ પિતા (વીતરાગ) ના પુત્ર પિતાના પિતા (વીતરાગ). ને માટે જ અંતરિક્ષ9;. મક્ષીજી અને સમેતશિખરાદિ તીર્થોને માટે વેર-ઝેર વધારી ક્લેશ કરે, મર્ટના રસ્તે લાખ રૂ.નો દુર્વ્યય કરે, તેઓને એ પવિત્ર સૂત્રનું અપૂર્વ રહસ્ય સમજાયું છે? અર્થાત નથી જ સમજાયું. આવાં કૃત્ય કરનાર “અહિંસા પરમ ધર્મ' એ સૂત્રના અનુયાયી હોઈ શકે જ નહિ. હજારે મનુષ્યોના લોહીથી કમાણી કરનારા અર્થાત હજારો મનુષ્યને મીલ વિગેરે યાંત્રિક કામમાં તથા અનેક પ્રકારની નોકરીઓમાં પગારદાર નેકરે રાખી મનુષ્યની દયાની લાગણીને જરા પણ વિચાર ન કરતાં માત્ર પોતાના સ્વાર્થની ખાતર છ કલાકના નેકર પાસે આઠથી દશ કલાકનું કામ લેનાર હજારે નેકના લેહીનું પાણી કરી પિતાને જ સ્વાર્થ સાધનારા, મહારંભ અને મહાપરિગ્રહાદિકને વેપાર કરનારા, ક્ષણિક ધનના લોભમાં મેહાંધ બની વેપારમાં પોતાનો સ્વાર્થ સાધવા માટે અને નીતિ, અસત્ય, છળ-પ્રપંચની માયિક જાળોથી બિચારા બુદ્ધિહીન વ્યવહાર-અકુશળ એવા ખેડુત વિગેરે ભોળા લેકેને છેતરી મનુષ્યની સાથે જ કપટ તથા . પ્રપંચ બાજીના દાવ રમનારાઓને “અહિંસા પરમો ધમઃ” એ સત્રને માનનાર કહી શકાય ? કદાપિ નહિ. - “એરણની ચોરી કરે, સેઈનું કરે દાન;
ઉંચે ચઢી નિરખતાં, જ્યારે આ વિમાન” * એ કહેવત પ્રમાણે અનીતિ તથા અસત્યના માર્ગે ચાલી કુડ, કપટ અને પ્રપંચની બાજી ખેલી લાખો રૂા. કમાવનારા પાંચ પચીશ હજારનું દેરાસર ચણવે, બે ચાર હજાર રૂ.ને વ્યય કરી શત્રજય, ગિરનાર વિગેરે તીર્થને સંઘે કહા વા બે ચાર કારસી કે સ્વામિવાત્સલ્યના જમણવાર કરે, બેચાર ધર્મશાળા ચણાવે, બે ચાર હજાર રૂા. હાઈસ્કુલ કે હોસ્પીટલ જેવા સામાજિક કાર્યોમાં ખરચ કરે, ઉપધાન, ઉજમણું તથા મહોત્સવમાં બે-ચાર હજાર રૂ. ખરથી નાખે અથવા બે ચાર પૂજાઓ ભણાવે તેને જેનધિમી વ “અહિંસા પરમો ધર્મ' એ સૂત્રના અનુયાયી કહી શકાય? ત્રિકાલે નહિ જ. જૈનશાસ્ત્રના આધારે તપ, જપ, દાન, પૂજા વિગેરે એ ઉપરની ભૂમિકાઓ કહી છે, પણ તત્ત્વજ્ઞાન વા પરમાર્થમાર્ગ પામવાની તીવ્ર ઈચ્છા કરનારને જિજ્ઞાસુ વા મુમુક્ષુ કહે છે અને જે જિજ્ઞાસુજીવ માર્ગની સન્મુખ થાય ત્યારે તેનામાં ૩૫ મુણે હવાજ જોઈ. ૩૪ •