________________
કરે તે જોયા કરવું ? તેવાં દુરાત્માને શિક્ષા આપી આપણી બહેન દીકરીના પવિત્ર ધર્મને બચાવ ન કરે? વળી અપરાધીની ઉપર ખેદ ન કરવો તેને સમકિતી કહી શકાય એમ જે હોય તે જૈન શાસ્ત્રમાં અનેક સમક્તિ દષ્ટિ તથા તેના કરતાં પણ ઉંચી દશાવાળા હજારે શ્રાવકે તથા રાજાઓના દાખલા છે કે જેમણે પોતાના રાજ્યને વા પ્રજનો અપરાધ કરનારા અનેક અપરાધી રાજાઓ સાથે યુદ્ધ કરી લાખે મનુષ્યાત્માઓની કતલ કરી છે, તેમને આત્મજ્ઞાની કેમ કહ્યા છે? - ઉત્તર–અપરાધી પ્રત્યે પણ પ્રતિકૂળતા ન ચિંતવવી એ મહાન સૂત્રનો મંદ બુદ્ધિથી માત્ર શબ્દાર્થ એટલે જ અર્થ થાય છે, જેથી તેના ખરા રહસ્યને ન સમજવાથી તમને આશ્ચર્ય વા આકુળતા થાય છે. પણ સુક્ષ્મ વિચારથી નિરીક્ષણ કરતાં સમજાશે કે-તે સૂત્રમાં કાંઈક અપૂર્વ રહસ્ય વા દીવ્ય ચમત્કૃતિ રહી છે. “અપરાધીની પણ દયા ચિંતવવી” એવા જૈનના સૂત્ર પ્રત્યે મહાન નરરત્ન લાલા લજપતરાય ઉપહાસ્યપૂર્વક ટીકા કરે છે, ત્યારે તેમણે તત્ત્વજ્ઞાન પૂરિત શાસ્ત્ર ગીતાજીને અભ્યાસ નહિ કર્યો હેય. ગીતાજીમાં સ્પષ્ટ લખ્યું છે કે
“ માત્મવા સર્વભૂતેષુ ચા પતિ ત પરિ.”
આ વિશ્વના સમસ્ત પ્રાણીઓ પ્રત્યે આત્મદષ્ટિએ જેનાર વા આત્મદષ્ટિ રાખનાર-તેજ જ્ઞાની હોય છે. આ ઉંચ છે, આ નીચ છે. આ મારે છે અને આ તારે છે–એવી કલ્પના દેહાધ્યાસ બુદ્ધિ હોય ત્યાં સુધી જ રહે છે અને તેથી કષાય કલેશ અરૂચિ વા રૂચિ ઉત્પન્ન થવાનું કારણ રહે છે, પણ જેને ઉંચકે નીચ તથા મારા તારાપણાની દેહાધ્યાસ બુદ્ધિને લય થઈ આત્માકાર વૃત્તિથી સમસ્ત જીવાત્માઓ પ્રત્યે આત્મભાવના થઈ છે, તેના હૃદયમાં ધિક્કાર કે કષાય ઉત્પન્ન થાય જ નહિ. આત્મદષ્ટિએ જોનારને આ મારી બહેન-દીકરી છે અને આ પાપી જે કૃત્ય કરે છે તે અકૃત્ય થાય છે, એવી ભાવના જ હેતી નથી. કૃત્ય અકૃત્ય કરનારમાં પણ તે માત્ર ચૈતન્યભાવ આત્મદષ્ટિએ જ જુએ છે, જેથી ફચિ-અરુચિ થવારૂપ દંભાવને નાશ જ થાય છે. ત્યારે શું આત્મદષ્ટિ સંપન્ન આત્મજ્ઞાની પુરૂષ પિતાની બહેન-દીકરીના અત્યાચારને જોયા જ કરે ? ના, તે અત્યાચારને જુએજ નહિ, તેમજ અત્યાચાર થાય જ નહિ. અર્થાત ઉપર દર્શાવ્યા પ્રમાણે જેનામાં સંપૂર્ણપણે દેહાધ્યાસ બુદ્ધિ તથા જગદાકાર વૃત્તિને નાશ થયો છે, સમસ્ત જીવાત્માઓ પ્રત્યે સંપૂર્ણ ચૈતન્યભાવ અનુભવાય છે