________________
૨૫૦
પ્રભુના ડર લાવીને સન્માર્ગ તરફ ગમન કર, કે જેથી તારા આત્માનું પરમ કલ્યાણ થાય.
"
(
એ રીતે યોગેંદ્ર સમાન શેઠનાં નિડરતાભર્યાં વતા સાંભળતાં રાણીએ જાણ્યું કે— આ દુર્ભાગી શેઠ મારૂ કહ્યું માટે તેમ નથી. વળી અહીંથી છટકી ગયા પછી જો એ રાજા કે ખીજા કાઇ પાસે મારી આ નિંદનીય વાત કરશે, તા મારી અપત્તિ થશે. માટે તે અપકીર્ત્તિથી બચવા તથા મારી અવગણના કરનાર આ ભૂખ શેઠને શિક્ષા આપવા કાઇ યુક્તિ રચી પ્રપંચ કરવા જોઇએ.’આ વા પાપમય વિચારથી · ચાર કોટવાલને દડે ’ એ કહેવત પ્રમાણે પ્રથમ તેણે દાસી પાસે ધકકા મરાવી તેને મહેલ બહાર કહાક્યો અને પાછળથી પાતાનાજ હાથે પેાતાનાં વસ્ત્રો ફાડી તેાડી, નખથી પોતાની છાતી અને શરીર ઉપર ઉઝેડા ( નખારીઆ ) ભરી એકદમ - દોડા દોડા, આ પાપી સુદર્શને મારી ઇજ્જતપર હાથ નાખ્યા' એમ માટે સાદે રાડા પાડતાં રાણીએ ત્યાં તાકાન મચાવી મૂકયું. રાણીની રાડાથી તથા દાસીઓના કોલાહલથી રાજમહેલનું રક્ષણુ કરનારા સુભા તરત ત્યાં દોડી આવ્યા અને રાણીના હુકમથી શેઠને પકડી દોરડી વિત બાંધીને તેને પોલીસ ચોકીમાં એસારી મૂક્યા. આ બાજુ રાજાને તે રમખાણુની ખબર આપવા એક નોકરને મેકલ્યા. નાકરના મુખથી તેવા સમાચાર સાંભળતાં રાજા સ્તબ્ધ બની ગયા. અનેત્વરાથી રાજમહેલમાં આવ્યો. ત્યાં રાજાને આવેલ જાણીને રાણી પેાતાનું શિર કુટતી, રૂદન કરતી અને શેઠને ગાળા દેતી તે રાજા પાસે આવી અને એલી કે— સ્વામીનાથ! આજે યક્ષયાત્રાને દિવસ હાવાથી નગરજના બધા બહાર ગયેલ જાણી એ તકના લાભ લેવા આ ધી તરીકે ગણાતા પાપી સુદર્શન છાની રીતે રાજમહેલમાં દાખલ થઈ ગયા. તે વખતે મધ્યાન્હ સમય હાવાથી દાસ દાસીએ પણ પોતાના કામમાં રોકાયલા હતા, માત્ર એક એ દાસીએ મારી સેવામાં હાજર હતી. તે વખતે એકાંતમાં મારી પાસે આવીને તેણે અનુચિત યાચના કરી, ત્યારે મે તેને કહ્યું કે— અરે શેઠ! તું ધર્મિષ્ઠ થઇ પ્રતિષ્ઠિત પણાના ડાળ કરનાર, માતા સમાન રાજપત્ની ઉપર કુર્દિષ્ટ કરતાં શરમાતા નથી ? આ પાપી વચના ખોલતાં તારી જીભ કેમ " તુટી જતી નથી ? મારી આ શિખામણુથી તે પાપી ઉલટા વધારે ક્રોધાયમાનથઈ કામાંધ બની મારી ઉપર ધસી આવ્યા અને મારા હાથ પકડી મારી આબરૂ લુટવાના તે પ્રયત્ન કરતા હતા, તેવામાં મે* બુમ પાડી; એટલે આ દાસ દાસીઆ દોડી આવ્યા. મે આજે મારી આબરૂં અને આપના કુળને પાવનરા ખ્યું છે.
૩૩