________________
કા
નમાવી, એ હાથ જોડી હ`થી રામાંચિત થતી પતિને વારંવાર નમસ્કાર કરતી તે પતિના પ્રેમાગ્રહથી સમીપમાં બેઠી. અહા ! આ સમયે તે પવિત્ર ૬ પતીને જોનાર લેાકાના અંતરમાં રામ સીતાજીનેાજ ચિતાર આર્શિત થતા હતા. એવામાં રાજાને પણ આ વાતની ખબર પડતાં પોતાની ભૂલને માટે પશ્ચાત્તાપ કરતા, રાણીના દુષ્કૃત્યને જાણી તે દુષ્ટાને ધિક્કારતા, અમલદાર વર્ગીની સાથે ત્વરાથી તે નગર બહાર આવ્યા અને સિંહાસન ઉપર જ્યાં નિર્દેષ દ ંપતી વિરાજિત હતા ત્યાં આવી દ ંપતીના ચરણમાં શિર નમાવી પેાતાની ભૂલને માટે વારંવાર તે ક્ષમા યાચવા લાગ્યા. ત્યાં રાજાને આવેલ જાણી ઉભા થઇ શેઠે પણ રાજાને બહુમાન આપી ગઇ વાતને ભૂલી જવા સૂચના કરી. શેઠની નિર્દોષતા જોઇ અને રાણીની નીચતા જાણી રાણીને હસ્તીના પગ તળે કચરાવી મારી નાખવાની રાજાની ઇચ્છા હતી અને તેવા હુકમ આપવાની પશુ તે તૈયારીમાં હતા, ત્યાં સુદર્શને રાજાને સમજાવી રાણીના ઉપરના ભયંકર હુકમ પાા ખે‘ચાવી લીધા. રાણીની ભૂલ પણ માફ કરી. ફરીથી પાપવિચાર ન કરતાં પોતાના પતિદેવ રાજાની શુદ્ધ મનથી સેવા કરવા તેણે રાણીને ભલામણુ કરી. આ દંપતીના શુદ્ધ ચારિત્રથી અત્યંત પ્રસન્ન થઇ રાજા તેમને ધન્યવાદ આપતા હાથીના હાદા ઉપર બેસાડી હાથી, ધાડા, રથ અને પાયલ–એમ ચતુરંગી સેના સહિત મોટા આડંબર પૂર્વક તેણે નગરમાં પ્રવેશ કરાવ્યો. તે વખતે દેવતાઓ દંપતીની પ્રશંસા કરતા સ્વ સ્થાનમાં અંતર્ધાન થયા અને નગરજને પવિત્ર દેંપતીની સ્તુતિ કરતા પોતપાતાના સ્થાને ગયા.
સુદર્શન શેઠે પોતાનું શીયળ દઢ તથા શુદ્ધ મનથી પાળી ભયંકર આપત્તિને પણ શીયળના પ્રભાવથી દૂર કરી, વિશુદ્ધ ચારિત્રના પ્રભાવથી મૂળીને પણ સિંહાસન બનાવી, ધ્રુવ મનુષ્યેાની પ્રશંસા મેળવી અ ંતે પતિપત્ની બન્ને દંપતી પોતાનું શુદ્ધ ચારિત્ર પાળી, ઉત્કૃષ્ટ આત્મબળને મેળવી, અનંત સંસારના આવરણાના નાશ કરી, પરમ શાંતિમય અવ્યાબાધ પરમપદને પામ્યા. આનું નામ તે શીયળ, ચારિત્ર વા વ્રત ! વૃત્તિને રમાડવાની પ્રવૃત્તિનું નામ શીયળ કે વ્રત નથી, પણ વૃત્તિઓને ય કરી, મન વચન કાયાના યાગને સ્થિરતાપૂર્વક શુદ્ધ બનાવી ઉત્કૃષ્ટ આત્મસ્થિરતા પૂર્વક નિષ્કામપણે જે સત્પ્ર વૃત્તિ થાય તેનેજ જ્ઞાનીએ વ્રત, શીયળ વા ચારિત્ર કહે છે.
આં શાંતિ: શાંતિ: શાંતિ: ! ! !