________________
પણ અણુમાત્ર ભય પામવાની જરૂર નથી; કારણકે મારાં પૂર્વ પ્રારબ્ધ કર્મની સત્તાથીજ મને સુખ દુઃખ મળશે. જગતમાં કોઈ પણ જીવ બીજાને સુખ દુઃખ આપવાને શક્તિમાન નથી. સર્વ જી પોત પોતાના કર્મ સૂત્રથી જ બંધાયેલા છે. પિતાના પવિત્ર ધર્મથી ભ્રષ્ટ થવા કરતાં મરણ પામવામાંજ પરમ શ્રેય છે. માટે કાંઈ પણ ન બેલતાં પ્રભુરટન, આત્મચિંતન અને સદ્ભાવનામાં જ લીન થવું એજ મારૂં કર્તવ્ય છે કારણકે અંતે “સત્યમેવ જયતિ” સમજ સદા જય પામે છે. એ પ્રમાણે વિચારી પવિત્ર મૂર્તિ શેઠ મૌનજ ધરી રા. શેઠ કાંઈ પણ બોલ્યા નહિ, તેથી રાજાને વહેમ પડ્યો કે–રાણીની વાત વખતસર સાચી હશે. જે શેઠ નિર્દોષ હેય તે શા માટે નિર્ભયતાથી પિતાને બચાવ ન કરે ? તેથી શેઠ પાપી હોય તેમ સાબીત થાય છે.' રાણીની વાત ઉપરથી, દાસ દાસીએના પુરાવાથી અને શેઠના ન બેલવાથી “શેઠ દેષિત છે” એમ જાણે શેઠ પ્રત્યે અત્યંત ધિક્કાર દર્શાવતાં ક્રોધના આવેશમાં રાજાએ ચંડાળને હુકમ કર્યો – શેઠને શૂળીએ ચડાવો.' એ રીતે શેઠને મારી નાખવાનો હુકમ આપી રાજા રાજભુવનમાં રાણીને આશ્વાસન આપવા આવ્યો. શેઠને શૂળીની સજા થવાના ખબર નગરમાં ફેલાતાં ચારે તરફ હાહાકાર થઈ રહ્યો; કારણકે બધા નગરજનોને શેઠના સચ્ચારિત્રની ખાત્રી હતી. શેઠ તેવું કર્યા કરે નહિ—એ પાકો વિશ્વાસ હતું, તથાપિ મુજે મુમતિના એ કહેવત પ્રમાણે કઈ રાણીને દોષ કહાડી તેને ધિક્કારતા અને કે “કંચન કામિનીના મેહમાં મોટા મોટા મુનિઓ પણ લપટાઈ ગયા, તે આ બિચારો શેઠ ક્યા હિસાબમાં ? રૂપવતી રાણીને જોઈ શેઠનું મન બગયું હોય તો કહ્યું જાણે?” એમ રાણી, રાજા અને શેઠને માટે અનેક પ્રકારની વાતો થવા લાગી. એવામાં સુદર્શન શેઠની સતી સાધ્વી ધર્મપત્નીને આ વાતની ખબર પડતાં જાણે વજાઘાત થયે હેય તેમ હદયને આઘાત લાગતાં તે ધરણી ઉપર ઢળી પડી, એટલે સખીઓએ તરત જળ સિંચન તથા પવનથી તેને સાવધાન અને શાંત કરી. પિતાના પતિ ઉપર ભયંકર આપત્તિ તથા અધમ અપવાદ આવ્ય જાણી તે સતીને અત્યંત દુઃખ થવા લાગ્યું. અંદગી ભરના પતિદેવના સહવાસથી તેને નિઃશંક ખાત્રી હતી કે –“મારે ઈષ્ટ પતિ અસત્યવૃતિ કદાપિ કરેજ નહિ, આ બધો દુષ્ટ રાણીનેજ પ્રપંચ છે, પણ અત્યારે મારું જોર ચાલે? પિતાના પતિ પર આવેલ આપત્તિ તથા અપવાદને દૂર કરવા માટે તે પરમકૃપાળુ મહાવીરના મંદિરમાં ગઈ, ત્યાં પ્રભુની પુનિત મૂર્તિ સન્મુખ એકાગ્રતાથી યોગ સ્થિર કરી ધ્યાનસ્થ રહી પ્રભુ પ્રાર્થનામાં લીન બની ગઈ