________________
સુર
ભ્રમણુ કરે—એ ત્રિકાલે પણ બનવા જોગ નથી. માતા ! આપ પણ ઉર્ધ્વ ગતિમાં આનંદ મેળવવા ભાગ્યશાળી બનેા, અધેાગતિથી મુક્ત થઇ દીવ્યાકાશમાં કહ્યોલ કરા, એવી આ પુત્ર સુર્શન આપને નમ્રતા પૂર્વક સૂચના કરે છે. માતા ! માહભાવથી મુક્ત થઈ આત્મભાવમાં આવે એટલે આપણે અને માતા પુત્ર પશ્માનંદમાં રમણ કરીએ અને સન્માČરૂપ સ્વના દિવ્ય શિખરે વા સિહાસને આરૂઢ થઇ સહુની ધ્વનિના પાત્રાથો અખિલ વિશ્વને ગજાવીએ. આપણા દીવ્યાન દરૂપ ઝરાનાં પવિત્ર ઝરણાના પ્રવાહ સૃષ્ટિમાં વહેવરાવી જગતને પાવન કરીએ, માનવદેહની મહત્તા પૌદ્દગલિક રચનામાં રમવા માટે નથી, પણ આત્મિક જાગ્રતી કરી પરમાનંદની રમણતા માટે છે. તે પરમાનદ મેળવવા આપના હૃદયને સાધથી શુદ્ધ બનાવી આત્મશક્તિના વિકાસ કરવાથી આ ક્ષણિક સુખ મેળવવાની ભાવનાના ક્ષણવારમાં લય થઇ જશે અને આપ અલૌકિક જીવનધારી યોગિની બનશેા. હૃદયને નિર્મળ બનાવવાથી આપ પરમજ્ઞાની ચા, આપના ચરણમાં અસ`ખ્ય મનુષ્યા તથા દેવતાઓનાં મસ્તક નુકશે માટે મેાહનીથી મુક્ત થઇ મનને પરમાત્મભાવ તરફ જોડી દ્યો. ”
..
એ પ્રમાણે નિર્વિકારી બ્રહ્મમૂતિ મહાત્મા સુદર્શનના પુનિત ખાધને શ્રવણુ કર્યા છતાં ક્ષાર ભૂમિમાં ખ઼ીજ વાવ્યાની માફક વિકારદોષથી દોષિત થયેલ રાણીના પાપી હૃદયમાં તે એધની લેશ પણુ અસર ન થઇ, ઉલટી તે વિષયાત્મા ક્રોધાયમાન થઇ છ ંછેડાયેલી સર્પીની માફક ક્રૂર બની નિર્લજ્જતાભરી ચેષ્ટાથી શેઠને કહેવા લાગી કે અહીં તને ધર્મોપદેષ્ટા તરીકે ધર્માંપદેશ આપવા ખેલાવ્યા નથી, એ તારાં ધર્મનાં ધતીંગા અને ખેાધનાં ટાયલાં અહીં નહિ ચાલે. આટલા વખત એક દીન દાસીની માફક આજીજી કરી એ તે અધુ નકામુંજ ગયુ` કે ? રાજાની રાણી થઇ તારી પાસે ગરીબાઇથી યાચના કરે છે છતાં હજી તને ભાન ન આવ્યું. આ મૂઢ શેઠ ! આવી સ્વરૂપવતી રાણી તારી પાસે સ્થૂલભાગ માટે યાચના કરે છે, તે તરફ તને ખ્યાલ આવતાં નથી? મારા જેવી મનમાહક સુંદરી સાથે સ્વર્ગીય આનંદ ભાગવવામાં કાં ના કહે છે? આવા આનંદ અને સમાગમ તને સ્વર્ગમાં પણ મળવા દુર્લભ છે, ધર્મના ડાળ કરવા છેાડી દઈ મારી યાચના માન્ય કર. ખ્યાલ રાખજે કે હું કાઈ જેવી તેવી રખડતી સ્ત્રો નથી, પણ રાજાની માનિતી રાણી છું. જો હું તુડી ( પ્રસન થઈ ) તે તને સ્વર્ગના સુખતા ભાગી બનાવીશ તથા અનગેલ ધન આપી સુખી કરીશ અને રૂડી એટલે ક્રોધાયમાન થઇ તે તને ભીખ માગતા કરી દઇશ, અરે ! રીબાવી રીબાવી ભૂંડે હાલે મરાવી નાખીશ. માટે ડહાપશુ ડો