________________
મર્યાદા મૂકી દેશે, સુષ્ટિક્રમને નિયમિત માર્ગ અવ્યવસ્થિત થશે અને રાજપત્ની | ત્યારે ધર્મષ્ટ થશે, ત્યારે આ સૃષ્ટિને પ્રલયકાર નજદિક આવશે. માટે અંતરદષ્ટિથી આત્મિક અવેલેકન કરે. માતા વિકારના વાદળને વિચાર વાયુથી દૂર ખસેડી દીવ્ય જ્ઞાનના પ્રકાશથી આપના આત્માને તથા સૃષ્ટિને પાવન કરે. હત્યને નિર્દોષ બનાવે. માતા ! દેહ ક્ષણભંગુર છે, વિષયભાવના વિનાશી છે, માનવદેહ દેને પણ દુર્લભ છે, તેવા દેવદુર્લભ માનવદેહને પામી કલ્પનાજન્ય ક્ષણિક સુખને માટે અવિનાશી એવા આત્મતત્વથી ભ્રષ્ટ ન થાઓ. વિકારહિને વા વિષય પિષવાને માટે આ રાજભુવન તથા રાજરાણીને જન્મ નથી, પણ પીડાતી પ્રજાના રક્ષણને સતત વિચાર કરવા માટે, પતિસેવા અને પ્રજાયની વૃદ્ધિ કરવા માટે આ રાજભુવન છે તથા અનંત ભવજનિત માયાના મલીન આવરણથી મુક્ત થઈ સચ્ચિદાનંદ સ્વરૂપની નિર્મળતા તથા વૃદ્ધિ કરવા માટે જે આ રાજપત્નીને અમૂલ્ય માનવદેહ મળ્યો છે, તેને અધમ ભાવના તથા પાપવૃત્તિથી મલીન ન કરશે, નિરર્થક ન ગુમાવશે. બુદ્ધિની મંદતાએ તથા જ્ઞાનાવરણની વિશેષતાઓ દૈહિક પ્રવૃત્તિ સુખરૂપ મનાય છે, પણ તે સુખરૂપન થતાં અનંત દુઃખનું ભાજન બને છે. માટે આપના અંતરમાંથી વિકરભાવનાને લય કરી નિર્મળ ભાવનાથી આપના હૃદયને પુનિત કરો. માતા! જેની સાથે તમે અધમ યાચના કરે છે, તે તમારે બાળક છે. જોકે તે સંસારી છે, કુટુંબ સ્નેહ અને ઉપાધિમાં લપટાયલે છે; તથાપિ તેના હલ્યમાં પરમજ્ઞાની મહાવીર દેવને વાસ છે અર્થાત મહાવીરના પરમ જ્ઞાનના પ્રકાશથી નિર્મળ બનેલું જે હદય, હજારો દેવાંગનાઓ તથા ઇંદ્રાણીઓના હાવભાવથી, કામચેષ્ટાઓથો, તેમના સુંદર દીવ્ય સ્વરૂપ અને મનમેહક ગાયતેથી, સ્વગય વૈભવથી અને અનેક યુકિતઓથી અણુમાત્ર પણ ચલિત થાય તેમ નથી, તે હદય એક રાજાની રાણીથી ચલિત થાય, એ ત્રિકાલે પણ બનવાજેમ નથી, સ્વમાંતરે પણ માનશો નહિ. માતા ! સચ્ચિદાનંદના અમૃતપ્રવાહમાં પ્લાવિત થયેલ સુદર્શન વિકારની ગીરમાં પ્રવેશ કરે, એ ત્રિકાલે પણ બનવાજોગ નથી. કલ્પવૃક્ષની શીતળ છાયામાં રમનાર સુદર્શન બાવળના વૃક્ષ તરા ષ્ટિ કરે, મહાવીરના દીવ્ય જ્ઞાનામૃતનું પાન કરનાર સુદર્શન હલાહલ (ર) સામે પણ જુએ, દિવ્ય પ્રકાશમાં કલેલ કરનાર સુદર્શન અંધકારમાં આનંદ માને, આત્મસ્વભાવ સ્વરૂપ સ્વર્ગીય ભુવનમાં મોજ માણનાર સુદર્શન પાપ પ્રવૃત્તિરૂપ પરધામીથી પ્રસન્ન થાય અને આત્મોન્નતિરૂપ ઉર્ધ્વગતિ દીવ્યાકાશમાં રમણ કરતે સુદર્શન અધમ ભાવનારૂપ અધોગતિમાં