________________
૫૩
સફળ કરવા આગ્રહ કર્યો તથા શેઠના સ્થિર શરીરને ખુબ જોરથી હચમચાયુ. એટલે રાણી તરફ પરમ કારૂણ્યભાવ ઉદ્દભવવાથી શેઠ ધ્યાનમુક્ત થઇ રાણીને સાધ આપવા લાગ્યા કે માતાજી ! આ પ્રવૃત્તિ આપને ઉચિત નથી. રાજપત્ની એ પ્રજાની માતા છે અને પ્રજા એ રાજપત્નીનાં બાળકો છે, તેમ હુ પશુ આપના બાળક છું, આપ મારા રાજ્ય માતા છે. માતાએ પુત્રની પ્રાસે અનુચિત યાચના કરવી એ તો મહાન અધર્મ છે. રાજ્યમાતા! આપ પ્રજાની માતા થઈ આપના પતિવ્રતા ધર્મથી ભ્રષ્ટ થશેા, તેા પછી પ્રજાની શી દશા થશે ? આ દેવી ! આ ચંદનમાંથી ઉષ્ણુતા કેવી ? કુસુમમાંથી દુર્ગંધી કેવી ? નિર્મળ જ્યોત્સ્વામાંથી અંધકારની છાયા કેવી ? તેમ રાજ્ય માતાના પવિત્ર હૃદયમાંથી આ નરકધ્વનીરૂપ વિકાર ભાવના કેવી ? શાંત થાઓ માતા ! શાંત થાઓ. સ્થિર મની વિચાર કરો અને તમારા સત્ય ધર્મ શું છે તેને શેાધા, ક્યાં આપ રાજ્યમાતા અને ક્યાં હું ૨'ક ખાલક ? દેવી ! ક્ષણિક સુખની ખાતર પવિત્ર ધથી ભ્રષ્ટ થઇ અધમ માર્ગની ભાવના વા પ્રવૃત્તિ કરી જીવન ગાળવા કરતાં આ વિનાશી દેહના પાત કરવામાં શું હરકત છે ? માયિક સુખની માહનીમાં લપટાઇ પરમાત્માના ગુન્હેગાર બની કેટલી જીંદગી કાઢવી છે ? દૈહિક સુખની ભાવનામાં પરમાર્થ સુખની વિસ્મૃતિ કરનાર મનુષ્ય અધર્મીના ઉપનામ (કલ ક) તે પામે છે. દોષિત જીવન ગાળવા કરતાં નિર્દોષ મરણ શુ ખાટું છે? માતા, માતા ! આપના પવિત્ર · હૃદયમાં આ પાપધ્વનિ શાનેા ? ઉષ્ણુતા તા અગ્નિમાં હાય, હિમાલયના શાંત જળમાં ન હોય. દુર્ગંધ તા કીચડમાં હાય, ખાવાના ચંદનમાં ન હોય. ધનાંધકાર કૃષ્ણ રાત્રિમાં હાય, મધ્યાન્હના અત્યુત્ર તેજસ્વી સૂર્યમાં ન હાય. કાળાશ પિતળમાં હાય, પશુ શુદ્ધ કંચનમાં ન હોય. હલાહલ વિષ ણીષરમાં હાય, અમૃત વેલીમાં ન હેાય, તેમ નરકસૂચક પાપધ્વનિ વા. પરમાધામીના પડધો પાપી કુલટા સ્ત્રીઓના હ્રદયમાં હાય, પશુ આપ જેવાં વિચારશીલ સદ્ગુણી રાજ્ય માતાના હૃદયમાં ન હેાય. રાજ્યદેવી ! ઈંદ્રિય જન્ય વિકાર એ સુખ નથી. કલ્પનામાં વા માનિત ભાવનામાં સુખ મનાય છે, પશુ વાસ્તવિક સુખ નથી. પરિણામે તે ભયંકર દુઃખ, મહાન આપત્તિ અને ત્રાસજનક સટા છે. માતા ! જરા વિચાર કરો અને આપતી હૃદયચક્ષુ ઉપરથી વિકારના પલાને જરા દૂર કરી નિર્મળ દૃષ્ટિથી નિરિક્ષણ કરા, તેા સુગમતાથી સમજાશે કે આ પાપભાવના મારા તમારા સુખનું કારણ નથી, પણ અનંત દુઃખનું કારણુ છે. અરે ! અધાતિનું કારણ છે, દુર્ગતિનું નિશાન છે, એ માતા ! સૂર્ય જ્યારે અધકારને ધારણ કરશે, મેરૂપર્વત ચલિત થઇ વિનાશ પામશે, સમુદ્ર પોતાની