________________
સમાજના પરિચયમાં આવવા તેમણે એક મોટા શહેર તરફ જવાને વિચાર કર્યો. પિતાની તપસ્યાનો નિયમ પૂર્ણ થતાં વેગસમાધિ તથા આસનસ્થિરતાથી મુક્ત થઈ, ફળ પુલથી જરા સુધા શાંત કરી તે પ્રયાણ કરવાની, તૈયારીમાં હતા, તેવામાં જે વૃક્ષ નીચે બેઠા હતા, તે વૃક્ષ ઉપર એક બગલી બેઠી હતી, તે તપસ્વીની ઉપર ચરકી. પિતાના શિર ઉપર પક્ષીની ચરક પડવાથી ક્રોધાયમાન થયેલ તપસ્વી વિચારમાં પડ્યો કે–એક નાદાન પક્ષી પણ મારી અવગણના કરે છે, તે જનસમાજમાં મારી મહત્તા વા કીર્તિને પ્રચાર થે દુશક્ય છે. માટે મારી પ્રતિષ્ઠાને ફેલાવવા તથા આ દુષ્ટ પક્ષીએ મારા જેવા સમર્થ યોગી ઉપર ચરક નાખી અવગણના કરી છે, તેના નીચ કૃત્યને બદલે આપવા આ બગલીને શિક્ષા કરવી જ જોઈએ.” એમ વિચારી મસીન તપી જવાથી ક્રોધના વેગમાં આવી બગલીની ઉપર તેજલેશ્યા (બાળી નાખવાની શક્તિ) મૂકીને તેને બાળી નાખી. એક પક્ષીની ચરક પડવાથી વૃત્તિને કષાયના વેગમાં લાવી તેનો સંયમ ન કરી શકનારને આત્માની ઉન્નતિ કયાંથી થઈ શકે? જે તપસ્યા અંતરની શુદ્ધિ અને આત્મોન્નતિ કરવા માટે હતી, તે તપસ્યાથી સિદ્ધિઓ ઉત્પન્ન કરી બીજાને બાળી નાખવાથી આનંદ માનનાર, માન કીર્તિની મહત્તામાં રાજી થનાર પામર આત્માને ક્યાં ખબર છે કે બગલીના સ્કૂલ દેહના નાશની સાથે તારા આંતરિક પવિત્ર જીવનને તથા માનસિક શુદ્ધિનો પણ નાશ થાય છે, અર્થાત આત્માને આવરણ થયું છે. બગલીના બળવાથી પિતાની સિદ્ધિની સાર્થક્તા જાણી અભિમાનમાં મહલકા તે તપસ્વી શહેરમાં ગયે, અને ઘણું વખતની તપસ્યાથી ક્ષુધાતુર થયેલ તેણે સ્વાદિષ્ટ આહારને માટે ભિક્ષા એક ગૃહસ્થના ઘરમાં પ્રવેશ કર્યો. ત્યાં “ભિક્ષા દેહિ” એમ કહીને ઉભો રહ્યો. તે વખતે ગૃહિણી પિતાના ઇષ્ટ દેવ સમાન પતિદેવની સેવામાં રોકાયેલી હતી. આર્યશાસ્ત્રના ફરમાન મુજબ સ્ત્રીને પતિ એજ તેનું જીવન છે. પતિની આજ્ઞા પ્રમાણે વર્તવું અને તેની ત્રિધાયોગે સેવા કરવી એજ તેમનું પ્રથમ કર્તવ્ય છે. પતિની આજ્ઞાને વિમુખ કરી દેવ તથા ગુરૂની આજ્ઞાનું મુખ્યપણે આરાધન કરનાર સ્ત્રીને આર્યશાસ્ત્રોએ ધર્મવિરાધક કહી છે, માટે પતિની સેવા એજ તેને ખરે ધર્મ છે, પતિની આજ્ઞાથી દેવ તથા સાધુસંતની સેવા કરનાર સ્ત્રી જ આત્માની ઉન્નતિ કરી શકે છે. આ મહાસતી પણ પૂર્ણ પતિવ્રતા હતી, પવિત્ર જીવન તથા વિશુદ્ધ શીયળથી તેનું હૃદય બહુજ નિર્મળ થયું હતું, તેમજ અતિશયજ્ઞાન ઉત્પન્ન થયું હતું. જો કે સાધુ સંતની સેવા કરવામાં તે ઉસુક અને ઉદારવૃત્તિવાળી હતી, પણ પતિની