________________
૨૫
અધમુઆ જે થઈ પડ્યો. ત્યાં જમીન ઉપર પડી મેટેથી રડે પાડતાં વોયરે બાપલીઆ મને મારી નાખ્યો ” એમ બુમ પાડતાં બે હાથ જોડી તેણે બાગના માલિકને કહ્યું કે- એ ભાઈ સાહેબ! મને માફ કરે, હું ભૂલી ગયો. હવેથી કોઈ વાર આવું કામ નહિ કરું. મને માર નહિ. આ તું શું કરે છે?” માલિક બેલ્યો કે- શેઠ! તમે જેમ કેઈને પુછળ્યા વિના ચોરી કરવાની બાધા લીધી છે, જેથી આંબાની આશા લઈ કેરીઓ ઉઠાવી જાઓ છો, તેમ મેં પણ કોઈને પૂછ્યા વિના મારવાની બાધા લીધી છે, તેથી આ ખેરના ધેકાની આજ્ઞા લઈ મેં તને માર ચખાડ્યો છે, તેમાં મારા વ્રતને ખામી આવી નથી.” બાગના માલિકની આવી ઉક્તિ ભરેલી વાત સાંભળી શેઠ શરમાઈ ગયે અને તે તેની માફી માગી છે પાંચ કરી ગયો.
આ ઉપર સમજવાનું એ છે કે વ્રત લીધા પછી માયા કરી વ્રતથી ભષ્ટ થયા છતાં વ્રત રાખવાનો ડોળ કરનારની દશા કેરી લેનાર પેલા શેઠના જેવી થાય છે. જ્યારે સુદર્શન શેઠના વ્રતમાં નિષ્કામતા, દઢતા તથા નિષ્પટતા સંપૂર્ણ હતાં, તેથી તે પ્રાણઘાતક સંકટમાંથી બચી જઈ મહાન પદને પામ્યા.
સુદર્શન શેઠ એક નગરના નગરશેઠ હતા. તે નગરને રાજા મહાન શ્રુદ્ધિશાળી તથા શૌર્યવાન હતું. પિતાના ક્ષાત્રતેજથી તથા બાહુબળથી અનેક શત્રુઓને હઠાવી પિતાની રાજ્યસત્તાને પડઘે બેસાડ્યો હતો. તેને અભયા નામે રાણી હતી, જે અત્યંત રૂપવતી, લાવણ્યમયી તથા યૌવનવતી હતી. તેના રૂ૫ સૈોંદર્ય તથા બીજ કટલાક શારીરિક ગુણોને લીધે રાજા તેના પર હમેશાં પ્રસન્ન રહેતા હતા. રાણી પિતે ગૃહકાર્ય તથા રાજ્યકાર્યમાં ઘણી જ કુશળ હતી, પણ વિકારના પ્રબળપણાને લઈ તેની વૃત્તિ પિતાના પતિ ઉપર સ્થિર ન હતી, પરંતુ ચલિત હતી અર્થાત્ તે અત્યંત વિષયાંધ હતી. '
" એક વખતે અભયા રાણી રાજમહેલના ઝરૂખામાં બેઠી બેઠી નગરચર્યા જોયા કરતી હતી, તે વખતે સુંદર તેજસ્વી, સુદર્શન શેઠ રાજમહેલ પાસેથી નીકળ્યો. શેઠના મનમેહક સ્વરૂપને જોઈ રાણી તેની ઉપર અત્યંત આસક્ત થઈ અને દાસી મારફતે તપાસ ચલાવતાં જાણવામાં આવ્યું કે તે નગરશેઠ સુદર્શન હતે. શેડના લાવણ્યથી રાણી એટલી બધી મેહાંધ બની ગઈ કે તેને રાત-દિવસ કશું ગમતું જ ન હતું. અહર્નિશ તેના મેળાપ માટે તથા તેની સાથે
સ્થલ વાસનાની તૃપ્તિ માટે તે તલસ્યા કરતી હતી, પરંતુ તેના મેળાપને કઈ વખત જ આવ્યું નહિ.'
એક દિવસે કંઈ કામ પ્રસંગનું બહાનું કહાડી રાણુએ સુદર્શન શેઠને